ત્રીજી ટેસ્ટ મેચમાં કોહલીની વાપસી થતા આ ખતરનાક ખેલાડી થશે બહાર…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીએ કેપટાઉનમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે જીતવી ખૂબ જ જરૂરી છે. પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ બાદ બંને ટીમો 1-1 ની બરાબરીથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં બન્ને ટીમોની નજર ત્રીજી ટેસ્ટ મેચ પર રહેશે. ભારતીય ટીમ પ્રથમ વખત આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતવા માંગશે.

બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની પીઠ અકડાઇ જવાને કારણે મેચમાંથી બહાર થયો હતો. કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. વિરાટ કોહલી ત્રીજી ટેસ્ટ મેચમાં પુનરાગમન કરશે તો ભારતીય ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફારો થઇ શકે છે.

વિરાટ કોહલી પરત ફરશે તો કયો ખેલાડી બહાર થશે તે જોવું રસપ્રદ રહેશે. કેમકે હનુમાન વિહારી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાએ બીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ મેનેજમેન્ટના ટેન્શનમાં વધારો કર્યો છે. ત્રીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે મેચ જીતવા માટે આ ખેલાડીને બહાર કરી શકે છે.

બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીના સ્થાને હનુમાન વિહારીને ભારતીય ટીમમાં લેવામાં આવ્યો હતો. વિહારીએ જોહાનિસબર્ગમાં તેણે પ્રથમ દાવમાં 20 અને બીજી ઇનિંગમાં 40 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ વિરાટ કોહલી પરત ફરતા આ ખેલાડીને બહાર બેસવું પડી શકે છે. હનુમાન વિહારીએ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેના લીધે કોઇ અન્ય ખેલાડીને બહાર કરી શકાય નહીં.

ટીમના બે ભરોસાપાત્ર બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાએ બીજી ટેસ્ટ મેચના બીજા દાવમાં અડધી સદી ફટકારીને પોતાનો દાવો મજબૂત કર્યો છે. રહાણેએ 58 અને પુજારાએ 53 રનની ઇનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમ માટે ઘણા રન બનાવ્યા છે. રહાણે અને પુજારા સૌથી વધુ અનુભવ ધરાવતા ખેલાડીઓ છે.

વિરાટ કોહલીની વાપસી થતાં રહાણે કે પુજારા નહીં પરંતુ હનુમાન વિહારીને બહાર રાખવામાં આવશે. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ ઇજાને કારણે બહાર થયો હોવાથી ઉમેશ યાદવને પણ તક મળી શકે છે. ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ટેસ્ટ સિરીઝ જીતી શકે છે. આફ્રિકા સામે આ ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *