બીજી વન-ડે મેચમાં KL રાહુલની વાપસી થતા આ ઘાતક ખેલાડીનું પત્તું કપાશે…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલમાં ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમી રહી છે. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ વન-ડે મેચમાં 6 વિકેટે જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમ 1-0થી આગળ ચાલી રહી છે. 9 ફેબ્રુઆરીના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાની છે.

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરી છે. તેના આવતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થયા છે. વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેને કારણે તેઓ ટીમમાંથી બહાર થયા હતા. આવા કારણોસર ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં દેખાઇ રહી છે.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ તેની આક્રમક બેટિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે. પ્રથમ વન-ડે મેચમાં તે પારિવારિક કારણોસર મેચ રમી શક્યો નહોતો. પરંતુ બીજી વન-ડે મેચમાં તેની વાપસી થવા જઇ રહી છે. આ સમયે રોહિત શર્મા આ ઘાતક ખેલાડીને બહાર કરી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કેએલ રાહુલની બીજી વન-ડે મેચમાં વાપસી થતાની સાથે જ ઇશાન કિશન બહાર થઇ શકે છે. પ્રથમ વન-ડે મેચમાં રોહિત શર્માએ તેને સ્થાન આપ્યું હતું પરંતુ તે વિશ્વાસ પર ખરો ઉતરી શક્યો નહીં. ભારતીય ટીમને ઇશાન કિશન પાસે મોટી આશા હતી. પરંતુ તે કોઇ ચમત્કાર કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં તે ટીમ ઇન્ડિયાની નબળાઇ બની રહ્યો છે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં રોહિત શર્માએ તેના ફેવરિટ ખેલાડી ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો હતો. પરંતુ તે માત્ર 28 રન બનાવી શક્યો હતો. તેણે પોતાની બેટિંગની ગતિમાં ખૂબ જ ઘટાડો કર્યો છે. શિખર ધવન કોરોના પોઝિટિવ હોવાને કારણે આ ખેલાડીને સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો.

ભારતીય બેટ્સમેન ઇશાન કિશન આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. તાજેતરમાં તેને મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા જાળવી રાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત તે પોતાની બેટિંગમાં સતત નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. ખરાબ પ્રદર્શનના કારણે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં આ ખેલાડી બહાર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *