ભારતની હાર સાથે આ બે ઘાતક ખેલાડીઓની કારકિર્દી પણ થઇ સમાપ્ત, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થઇ છે. ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડે મેચમાં 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ સાઉથ આફ્રિકાએ આ સિરીઝ 3-0 થી જીતી છે. આ પહેલા પણ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હારી ચૂકી છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાને કારણે બહાર થયો હતો. આવી સ્થિતિમાં તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં રાહુલ પોતાની કેપ્ટનશીપમાં સફળ રહ્યો નહીં. ભારતીય ટીમને ત્રણેય મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઓછા અનુભવવાળી સાઉથ આફ્રિકાની ટીમ સામે ભારતીય ટીમ હારતા અનેક સવાલો ઉભા થયા છે. ભારતીય ટીમના આ બે અનુભવી ખેલાડીઓ પોતાના પ્રદર્શનમાં ફ્લોપ સાબિત થયા છે. તે બંનેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. હવે ભારતીય ટીમમાં તે બંને ખેલાડીઓની જગ્યા રહી નથી. તો ચાલો જાણીએ આ બંને ખેલાડી કોણ છે.

ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ભારતીય ટીમની હારનો સૌથી મોટો વિલન સાબિત થયો છે. પ્રથમ વન-ડે મેચમાં 10 ઓવરમાં 64 રન આપ્યા હતા. આ દરમ્યાન એક પણ વિકેટ મળી ન હતી. આ ઉપરાંત બીજી વન-ડે મેચમાં 8 ઓવરમાં 67 રન આપ્યા હતા, જેના કારણે તેના પર ખૂબ જ માર પડ્યો હતો. સતત ખરાબ પ્રદર્શનના કારણે ત્રીજી વન-ડે મેચમાં તેને બહાર જવું પડ્યું હતું. હવે આ ખેલાડીની કારકિર્દી સમાપ્ત થઈ હોય તેવું લાગી રહ્યું છે.

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ફ્લોપ સાબિત થયો છે. પ્રથમ બંને વન-ડે મેચમાં માત્ર એક જ વિકેટ લીધી હતી. ત્રીજી વન-ડે મેચમાં આ ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નહોતું. 2017માં અશ્વિનને વન-ડે ફોર્મેટમાંથી બહાર ગયો હતો. ત્યારબાદ આફ્રિકા સામેની સિરીઝમાં તક આપવામાં આવી હતી, પરંતુ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં. તેની ઉંમર અને પ્રદર્શનને જોતા હવે તેની કારકિર્દી સમાપ્ત થઈ હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *