આ બે સિનિયર ખેલાડીઓનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો ગયા બાદ હવે ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તેણે પહેલી જ ટેસ્ટ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરી પોતાનું સ્થાન કાયમી કર્યું છે. તેથી હવે જોવાનું એ રહેશે કે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી કોનું સ્થાન લેશે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ ઐયરે જબરદસ્ત પ્રદર્શન કરી બતાવ્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં 105 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં 65 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જેને જોતા એવું લાગી રહ્યું છે કે હવે તેને ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ ટીમમાં સ્થાન આપવામાં આવશે.

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની વાપસી થતાં રહાણે અથવા તો પુજારા આ બંને ખેલાડીઓ માંથી કોઇ એક ખેલાડીનું પત્તું ટીમ ઇન્ડિયા માંથી કપાઇ શકે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ બંને ખેલાડીઓ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં પણ આ બંને ખેલાડીઓ સ્કોર કરવામાં અસફળ રહ્યા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ આ બંને ખેલાડીઓને ટ્રોલ કર્યા હતા.

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિન્ક્યા રહાણેને કેપ્ટનનું પદ સોંપવામાં આવ્યું હતું. જ્યારે વાઇસ કેપ્ટન તરીકે ચેતેશ્વર પૂજારાને પસંદગી કરવામાં આવી હતી. પરંતુ આ બંને ખેલાડીઓ સારું પ્રદર્શન કરવામાં અસફળ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં બંને ખેલાડીઓના પ્રદર્શનને જોતાં લાગી રહ્યું છે કે હવે આ બંને ખેલાડીઓ ટીમમાંથી બહાર થઇ શકે છે.

અજિન્ક્યા રહાણે છેલ્લા ઘણા સમયથી મોટો સ્કોર કરવામાં અસફળ રહ્યો છે. જ્યારે ચેતેશ્વર પુજારા પણ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. પુજારા અને રહાણે આ બંને ખેલાડીઓ માંથી કોઇ એક ખેલાડીનું પત્તું કોહલી કાપી શકે છે. પુજારા અને રહાણેના પ્રદર્શનને જોતાં કહી શકાય કે હવે આ બંને ખેલાડીઓને લાંબા સમય સુધી આરામ આપવામાં આવી શકે છે.

પુજારાની વાત કરીએ તો તેણે પોતાની છેલ્લી સદી જાન્યુઆરી 2019 માં ફટકારી હતી. ત્યારબાદ તે મોટો સ્કોર કરવામાં સતત નિષ્ફળ રહ્યો છે. આ ઉપરાંત રહાણેની વાત કરીએ તો તેણે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં એક સદી ફટકારી હતી. આ ઉપરાંત તે પણ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ બંને ખેલાડીઓના પ્રદર્શનને જોતાં કહી શકાય કે આ બંને ખેલાડીઓના પત્તા ટીમ ઇન્ડિયામાંથી કપાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *