IPL 2022 પર સંકટના વાદળો મંડરાતા BCCIની ચિંતા વધી, લેવાઇ શકે છે આ મોટો નિર્ણય…

આઇપીએલ 2021 કોરોનાના કારણે બે તબક્કામાં યોજવામાં આવી હતી. આ વર્ષે આઇપીએલ 2022માં અમદાવાદ અને લખનઉ બે ટીમ નવી જોડાઇને ટોટલ દસ ટીમો ટી 20 લીગમાં ભાગ લેશે. તમામ ટીમોએ પોતાના રીટેન કરેલા ખેલાડીઓના લિસ્ટ જાહેર કરી દીધા છે. અન્ય ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં થશે.

આઇપીએલ પહેલા મેગા ઓક્શનનું આયોજન 7 કે 8 ફેબ્રુઆરીના રોજ બેંગ્લોરમાં કરવામાં આવશે. આઇપીએલ 2022 પહેલાં યોજાનારા મેગા ઓક્શનને લઇને તમામ ખેલાડીઓ અને ચાહકો ઉત્સાહિત છે. પરંતુ આઇપીએલ પર સંકટના વાદળો છવાઇ ગયા છે. જેથી બીસીસીઆઇના તમામ અધ્યક્ષો ચિંતામાં મુકાઇ ગયા છે.

તાજેતરમાં ઓમિક્રોનના કેસ સતત વધવાને કારણે બીસીસીઆઇ તમામ ટીમોના માલિકો સાથે બેઠક યોજીને આઇપીએલની વૈકલ્પિક યોજના કરી શકે છે. એપ્રિલ-મે મહિનામાં કેસોની સંખ્યામાં વધારો થશે તો આરોગ્યની ચિંતાને ધ્યાનમાં લઇને આઇપીએલનું આયોજન કઇ રીતે કરવું તે માટે બેઠકમાં ચર્ચા થઇ શકે છે. આ બાબતે ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન થઇ શકે છે.

આઇપીએલની 15મી સિઝન 2 એપ્રિલથી ચેન્નઇમાં શરૂ થવાની સંભાવના છે. કોરોનાના કેસોને ધ્યાનમાં લઇને વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. તેથી સ્થિતિમાં આઇપીએલનું આયોજન ભારતમાં કરવું સરળ રહેશે. બીસીસીઆઇ અને તમામ ટીમોના માલિક બેઠક બાદ આ બાબત પર નિર્ણય કરશે. મેગા ઓક્શનનું આયોજન જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થવાનું હતું પરંતુ CVCનો નિર્ણય હજુ આવ્યો નથી.

આ વર્ષે આઇપીએલમાં ટોટલ 10 ટીમો સ્પર્ધામાં ભાગ લેવાની હોવાને કારણે ઘણા નવા ખેલાડીઓને પોતાની તાકાત બનાવવા બતાવવાનો મોકો મળશે. ડોમેસ્ટિક ક્રિકેટમાંથી દર વર્ષે આઇપીએલમાં ઘણા ખેલાડીઓ આવતા હોય છે. ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે.

આઇપીએલ વિશ્વમાં સૌથી મોટી લીગ છે. 2008થી શરૂ થયેલી આ લીગ દર વર્ષે સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આઇપીએલમાં સૌથી મજબૂત અને સૌથી વધારે કપ જીતનારી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ છે. ત્યારબાદ ચેન્નઇ સુપરકિંગ્સે ચાર ખિતાબ પોતાના નામે કર્યા છે. આ બંને ટીમો આઇપીએલની સૌથી સફળ ટીમો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *