રોહિત શર્મા આવતા એક ઝટકે આ ઘાતક ખેલાડીનું ક્રિકેટ કરિયર થયું સમાપ્ત…

રોહિત શર્માને વિશ્વનો સૌથી વિસ્ફોટક ખેલાડી માનવામાં આવે છે. તેણે ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. રોહિત શર્મા વર્તમાન સમયમાં માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ ઓપનિંગ પ્લેયર છે.

છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા ટેસ્ટમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. રોહિત શર્માએ ક્રિકેટ જગતમાં ઘણા અનોખા રેકોર્ડ બનાવ્યા છે. આ ખેલાડીના કારણે ઘણા ખેલાડીઓની કારકિર્દી સમાપ્ત થઇ ચૂકી છે.

ટી 20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલીએ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ તેણે ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ જીતી હતી. રોહિત શર્માએ કેપ્ટન બન્યા પછી ટીમમાં ઘણા બધા ફેરફારો કર્યા છે.

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં મુરલી વિજયનું પત્તું કાપી નાખ્યું હતું. મુરલી વિજય તેના સમયનો ખતરનાક ઓપનર હતો. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે 2018માં રમી હતી. પરંતુ ત્યારબાદ રોહિત શર્માના સારા પ્રદર્શનના કારણે મુરલી વિજયને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નહીં, અને હવે તો ટેસ્ટ ક્રિકેટમાં મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ મુરલી વિજયનું સ્થાન લઇ લીધું છે.

ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માના આવતાની સાથે જ મુરલી વિજયની સાથે શિખર ધવનનું પત્તું પણ કપાઇ ગયું છે. શિખર ધવન ટી 20 અને વન-ડેમાં રમતો જોવા મળે છે પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તે જોવા મળતો નથી. ભારતીય ટીમ પાસે અત્યારે એટલા સારા ઓપનર છે કે મુરલી વિજય અને શિખર ધવને તક મળતી નથી.

રાહુલ દ્રવિડ ભારતીય ટીમના કોચ બનતાની સાથે જ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રાહુલ અને રોહિતની જોડીએ ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં કમાલ કરી બતાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ ભારતે 3-0 થી જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *