સૂર્યકુમાર ઇજાગ્રસ્ત થતા આ ઘાતક ખેલાડીને મળશે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન…

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ 24 ફેબ્રુઆરીના રોજ લખનઉના અટલ બિહારી સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ મેચની શરૂઆત કરશે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમશે. આ બંને સિરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રિષભ પંતને શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય ફાસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી દીપક ચહર અને ઘાતક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઇજાગ્રસ્ત હોવાના કારણે આ સિરીઝ શરૂ થાય તે પહેલાં બહાર થયા છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝમાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું અને તેને ભારતીય મિડલ ઓર્ડરને સારી રીતે સંભાળ્યો હતો, પરંતુ તાજેતરમાં તે બહાર થયો હોવાને કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા દ્વારા આ ઘાતક ખેલાડીને તક આપવામાં આવી શકે છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીને સૂર્યકુમાર યાદવના સ્થાને તક મળી શકે છે.

તમને જણાવી દઇએ કે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા દીપક હુડાને તક આપી શકે છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે બોલિંગ ઉપરાંત ઘાતક બેટિંગમાં પણ માહેર છે. તે મિડલ ઓર્ડરને સારી રીતે સંભાળી શકે છે અને એક ફિનીશર તરીકેની ભૂમિકા પણ નિભાવી શકે છે.

દિપક હુડાને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી અને આ ખેલાડીએ પોતાની રમતથી બધાના દિલ જીતી લીધા હતા. તેથી તેને શ્રીલંકા સામેની સિરીઝમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ બહાર થયા બાદ આ ખેલાડીની લોટરી લાગી શકે છે. આ ખેલાડીને આઇપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા 5.75 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.

26 વર્ષના દીપક હુડાએ અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તે ભારતીય ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઇ શકે છે. આ ખેલાડી શરૂઆતમાં ક્રિઝ પર રહીને પોતાની ઇનિંગને આગળ લઇ જાય છે અને પછી ખતરનાક ફોર્મમાં આવીને વિરોધી ટીમ પર હુમલો કરે છે. આ ખેલાડી સારું પ્રદર્શન કરીને ટીમમાં કાયમી જગ્યા પણ બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *