રોહિત શર્માના કેપ્ટન બનતાની સાથે જ આ બે ખેલાડીઓનું ટીમ ઇન્ડિયામાં સ્થાન પાક્કું..!!
ટી-20 વર્લ્ડકપ 2021 બાદ વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે વિરાટ કોહલી બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ બનશે. ત્યારે એક તરફ ક્રિકેટ નિષ્ણાંતો કહી રહ્યા છે કે ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે.
પરંતુ બીજી તરફ છેલ્લા ઘણા સમયથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ટીમની કમાન કોઇ યુવા ખેલાડીના હાથમાં સોંપવામાં આવી શકે છે. જો યુવા ખેલાડી વિશે ટીમ ઇન્ડિયા વિચારી રહી હોય તો શ્રેયસ ઐયર, રિષભ પંત અને કેએલ રાહુલને કેપ્ટન બનાવી શકાય છે.
પરંતુ જો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બનશે તો ટીમમાં ઘણા બધા ફેરફારો થવાની શક્યતા છે. કારણકે હાલ જે ખેલાડીઓ ટીમ ઇન્ડિયા તરફથી રમી રહ્યા છે. તેમાં ઘણા બધા ખેલાડીઓ વિરાટ કોહલીના ફેવરિટ ખેલાડીઓ છે. તેથી કેપ્ટન બદલાતાની સાથે જ ટીમમાં પણ પરિવર્તન થાય તે સ્વાભાવિક છે.
તમને જણાવી દઇએ કે, ટી-20 વર્લ્ડકપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. કારણ કે ટી-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેથી ટીમ ઇન્ડિયાને એક નવો કેપ્ટન અને કોચ મળશે.
જો રોહિત શર્મા કેપ્ટન બનશે તો તે પોતાના ફેવરિટ ખેલાડીઓને ટીમમાં સ્થાન આપશે. જેમાં યુવા બેટ્સમેન ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળી શકે છે. કારણ કે તે પણ આઈપીએલ ફ્રેન્ચાઇઝ મુંબઇ ઇન્ડિયન્સ માટે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરે છે, અને તે છેલ્લા ઘણા વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેથી તેને રોહિત શર્મા ટીમ ઈન્ડિયામાં સ્થાન આપશે.
આ ઉપરાંત જો રોહિત શર્મા કેપ્ટન બનશે તો રાહુલ ચાહરને ટીમમાં સ્થાન મળી શકે છે. રાહુલ ચાહર પણ રોહિત શર્માના ફેવરિટ ખેલાડીમાંનો એક છે. ભલે તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હોય પરંતુ રોહિત શર્મા તેના પર ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. તેથી તેને પણ ટીમમાં સ્થાન મળે તે નક્કી છે.