રાહુલની સાથે આ બે વિશ્વવિખ્યાત ખેલાડીઓ લખનઉની ટીમ સાથે જોડાયા, હવે વિરોધીઓને મળશે જબરદસ્ત ટક્કર…
આ વર્ષે યોજાનારી આઇપીએલ 2022 માં અમદાવાદ અને લખનઉ આ બંને ટીમો લીગ સાથે જોડાઇ છે. જૂની 8 ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓકશનમાં થશે. બીસીસીઆઇ દ્વારા આ બંને ટીમોને જણાવવામાં આવ્યું હતું કે તે રિટેન ન કરાયેલા ખેલાડીઓમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી 25 દિવસોમાં કરી શકશે.
અમદાવાદ અને લખનઉ આ બંને ટીમો ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગીમાં બે ભારતીય અને એક ઇન્ટરનેશનલ ખેલાડીની પસંદગી કરી શકે છે. બધી ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓના લિસ્ટ 30 નવેમ્બરના રોજ જાહેર કર્યા હતા. ત્યાર બાદ અમદાવાદ અને લખનઉ આ બંનેએ પોતાની ટીમ માટે ખેલાડીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી હતી.
રીટેન્શન લિસ્ટ આવ્યા બાદ જાણવા મળ્યું કે પંજાબ કિંગ્સે કેએલ રાહુલને જાળવી રાખ્યો નથી. પંજાબ કિંગ્સના રીટેન્શન લિસ્ટમાં રાહુલનું નામ સામે ન આવતા લખનઉની ટીમે રાહુલ સાથે વાતચીત શરૂ કરી. બીજી તરફ જોઇએ તો સનરાઇઝર્સ હૈદરાબાદે જાહેર કરેલા રીટેન્શન લિસ્ટમાં રાશિદ ખાનનું નામ સામે આવ્યું નથી. રીટેન્શન લિસ્ટ બાદ લખનઉની ટીમે રાશિદ સાથે વાતચીત શરૂ કરી હતી.
હવે જાણવા મળ્યું છે કે, કેએલ રાહુલ અને રાશિદ ખાન લખનઉની ટીમ સાથે જોડાશે. બીસીસીઆઇ તેની જાહેરાત માટે મંજૂરી આપશે તો તે આ બંને ખેલાડીઓને જાહેર કરશે. લખનઉની ટીમનો કેપ્ટન કેએલ રાહુલ રહેશે તે પણ નક્કી છે. કેએલ રાહુલ અને રાશિદ ખાન પછી ત્રીજો ખેલાડી લખનઉની ટીમમાં કોણ હશે કે જેને લખનઉની ટીમ મેગા ઓકશન પહેલા જ પોતાની ટીમમાં સામેલ કરી લેશે.
લખનઉની ટીમ માટે ત્રીજો ખેલાડી યુજવેન્દ્ર ચહલ હોઇ શકે છે. યુજવેન્દ્ર ચહલ કોહલીનો સાથીદાર ખેલાડી છે. તે આરસીબી તરફથી રમતો હતો. પરંતુ આરસીબીએ જાહેર કરેલા રીટેન્શન લિસ્ટમાં તેનું નામ સામે આવ્યું નથી. લખનઉની ટીમ યુજવેન્દ્ર ચહલને ખરીદીને વિશ્વના સૌથી ઘાતક સ્પિનરોને પોતાની ટીમમાં સ્થાન આપશે.
આ ત્રણેય ખેલાડીઓ સાથે લખનઉની ટીમને બે સારા સ્પિનરો અને ઓપનિંગ ખેલાડી મળી રહેશે. લખનઉની ટીમને એક સારા કેપ્ટન તરીકે કેએલ રાહુલ મળશે. લખનઉની ટીમ આ ત્રણેય ખેલાડીઓની પસંદગી કર્યા પછી બાકીના ખેલાડીઓની પસંદગી મેગા ઓકશનમાં કરશે. આ રીતે નવી આવેલી બંને ટીમો પોતાના ખેલાડીઓની પસંદગી કરીને ટીમ બનાવશે.