મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર, આશિષ નેહરાએ રાતોરાત આ ખેલાડીને દરેક મેચમાં સ્થાન આપવાની કરી જાહેરાત…

હાલમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ તરત જ આઇપીએલ 2024 ની શરૂઆત થવાની છે. થોડા સમય પહેલા આ મોટી ટુર્નામેન્ટ માટે હરાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દરેક ટીમોએ ઘણા ખેલાડીઓની ખરીદી પણ કરી છે. વર્લ્ડ કપ પહેલા આ ટુર્નામેન્ટ ઘણી મહત્વની રહેશે. હાલમાં આ બાબતે અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો એક પછી એક તેઓને મુશ્કેલી આવી રહી છે. પહેલા હાર્દિક બહાર થયો હતો અને હાલમાં મોહમ્મદ શમી પણ બહાર થયો છે. વર્લ્ડ કપ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો હતો. હજુ પણ તે સ્વસ્થ થયો નથી. તેને હાલમાં સર્જરી કરાવવાનું જણાવવામાં આવ્યું છે. જેથી તે ત્રણ મહિના સુધી રમશે નહીં. આવી સ્થિતિમાં આશિષ નેહરાએ રાતોરાત આ ખેલાડીને સ્થાન આપવાનું નક્કી કર્યું છે.

મોહમ્મદ શમી રમવાનો ન હોવાના કારણે આઇપીએલમાં તેના સ્થાને આ ખેલાડીને દરેક મેચમાં સ્થાન આપવામાં આવશે. આ ભારતીય ખેલાડી પણ મેચ વિનર સાબિત થાય છે. તે અત્યાર સુધી ઘણો અનુભવ મેળવી ચૂક્યો છે. આ ઉપરાંત ઘણી વિકેટો લઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં હવે તેને મુખ્ય બોલર તરીકે સ્થાન આપવામાં આવશે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ હવે મોહમ્મદ શમીના સ્થાને દરેક મેચમાં જોવા મળશે. ઉમેશ યાદવને તાજેતરમાં જ હરાજી દરમિયાન ગુજરાતી ટીમે સામેલ કર્યો હતો. ઉમેશ યાદવ અત્યાર સુધી આઇપીએલમાં 136 વિકેટો લઈ ચૂક્યો છે. આ ઉપરાંત બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ જેવી ઘણી ટીમો તરફથી રમી ચૂક્યો છે. હવે તને મુખ્ય બોલર તરીકે સ્થાન આપવામાં આવશે.

ઉમેશ યાદવ આ વખતે ગુજરાતની ટીમને લીડ કરતો જોવા મળશે. બીજી તરફ હાર્દિક ન હોવાના કારણે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સીઝનની દરેક મેચો ભારતીય ટીમના ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. આઇપીએલમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને વર્લ્ડકપમાં પણ સ્થાન મળી શકે છે. જેથી દરેક ખેલાડીઓ તનતોડ મહેનત કરતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *