કોહલી-પંત બહાર થતા આ બે ઘાતક ખેલાડીઓને મળશે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન…
હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ ચાલી રહી છે. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી-20 મેચમાં 8 વિકેટથી વિજય પ્રાપ્ત કર્યો છે. હાલમાં ભારતીય ટીમ 2-0 થી આગળ ચાલી રહી છે. આ ઉપરાંત ભારતીય ટીમ ત્રીજી ટી-20 મેચ પર વિજય મેળવીને વ્હાઇટવોશ કરવા ઇચ્છે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચમાંથી બે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રિષભ પંત બહાર થયા છે. આ બંને ખેલાડીઓને બાયો-બબલમાંથી બ્રેક આપીને આરામ આપવામાં આવ્યો છે. બંને ખેલાડીઓ ત્રીજી મેચ ઉપરાંત શ્રીલંકા સામેની સિરીઝમાં પણ જોવા મળશે નહીં. ઘણા લાંબા સમયથી આ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો ન હતો.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી-20 મેચ પહેલા જ આ બંને ખેલાડીઓ બહાર થયા હોવાના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેના સ્થાને આ દિગ્ગજ ખેલાડીઓને તક આપી શકે છે. ઘણા સમયથી આ બંને ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશવા માટે મહેનત કરી રહ્યા હતા. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી ટી-20 મેચમાં વિરાટ કોહલીના સ્થાને શ્રેયસ ઐયરને તક આપવામાં આવશે. આ ખેલાડી ઘણા લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાં પ્રવેશ મેળવવા માટે રાહ જોઇ રહ્યો છે. તે ભારતીય ટીમમાં નંબર ત્રણ પર ઉતરીને ખૂબ જ ઘાતક પ્રદર્શન કરી શકે છે. તે લાંબી ઇનિંગ રમવા માટે જાણીતો છે. આ પહેલા પણ તેણે ઘણી મોટી ઇનિંગ ભારતીય ટીમ માટે રમી છે.
વિરાટ કોહલી ઉપરાંત ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ આરામ પર જવાનો છે. તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડને તક મળી શકે છે. આ ખેલાડી ઓપનિંગ બેટ્સમેન છે પરંતુ કોઇપણ ક્રમ પર તબાહી મચાવી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય મિડલ ઓર્ડરની તમામ જવાબદારી ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી શકે છે.
ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઋતુરાજ ગાયકવાડને ત્રીજી ટી-20 મેચમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત શ્રીલંકા સામેની સિરીઝમાં પણ તેઓને સ્થાન મળી શકે છે. આ તકનો લાભ ઉઠાવીને આ ખેલાડીઓ ભારતીય ટીમમાં સ્થાન પણ બનાવી શકે છે. આ બંને ખેલાડીઓ મજબૂત પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.