દીપક ચહર બહાર થતા આ ઘાતક ખેલાડીને મળશે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન…

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ પૂર્ણ થયા બાદ 24, 26 અને 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝની શરૂઆત કરવા જઇ રહી છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ પણ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા આ બંને સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી દિપક ચહરે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો હતો. તે પોતાની ઓવરનો છેલ્લો બોલ પણ ફેંકી શક્યો નહોતો. ઇજા ગંભીર હોવાને કારણે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાંથી તેને બહાર કરવામાં આવ્યો છે. આ ઘાતક ખેલાડી બહાર થતા ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

શ્રીલંકા સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થાય તે પહેલાં જ દીપક ચહર બહાર થયો હોવાને કારણે તેના સ્થાને આ ઘાતક ખેલાડીને તક આપવામાં આવશે. આ ખેલાડી શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં જસપ્રીત બુમરાહનો નવો પાર્ટનર બની શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં દીપકના સ્થાને મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. આ ખેલાડી હાલમાં સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તે કોઇ પણ પિચ પર વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝમાં તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.

મોહમ્મદ સિરાજે આઇપીએલમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આઇપીએલમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે અને મેગા ઓક્શન પહેલા તેને આ ટીમ દ્વારા જાળવી રાખવામાં આવ્યો હતો. ભારતીય ટીમમાં આ ખેલાડી ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. સાઉથ આફ્રિકા પ્રવાસ અને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.

મોહમ્મદ સિરાજ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડી છે. જેણે પોતાની બોલિંગથી ટીમ ઇન્ડિયામાં એક અલગ સ્થાન ધરાવે છે. શ્રીલંકા સામેની પ્રથમ ટી-20 મેચમાં આ ખેલાડી બુમરાહ સાથે મળીને ભારતીય ટીમને જીત અપાવી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ શરૂઆતથી જ આ સિરીઝમાં દબબદો બનાવી રાખવા ઇચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *