શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં આ મેચ વિનર ખેલાડીની થઇ વાપસી, જાણો કોણ બન્યો ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન…
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન સતત હાર મળ્યા બાદ તાજેતરમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી ત્રણ મેચોની ટી-20 સિરીઝની પ્રથમ બંને મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની આ સિરીઝ પૂર્ણ થયા બાદ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 અને બે મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં ઘણા બધા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા સિનિયર ખેલાડીઓને આ સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ભારતીય ટીમ એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે પ્રથમ ટેસ્ટ મેચમાં મેદાને ઉતરી શકે છે.
ઘણા લાંબા સમય બાદ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં આ મેચ વિનર ખેલાડીની વાપસી થઇ છે. તમને જણાવી દઇએ કે ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ બાદ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આ ખતરનાક ખેલાડીને ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં BCCIએ ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ ઉપરાંત થોડા સમય પહેલાં તેને ટુંકા ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેમાં તે સફળ રહ્યો છે. તેની પાસે કેપ્ટનશીપનો ઘણો ઊંડો અનુભવ છે. તેથી તેને ભારતીય ટેસ્ટ ટીમની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે. આ ફાસ્ટ બોલરને વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં આ ખેલાડીની વાપસી કરતાની સાથે જ ભારતીય ટીમમાં મજબૂતાઇ જોવા મળી રહી છે. આ ઉપરાંત તેને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ હાલમાં રણજી ટ્રોફી રમી રહ્યા છે. આ ઉપરાંત ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ ફરી એક વાર શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં જીત મેળવવા મજબૂત ખેલાડીઓ સાથે મેદાને ઉતરશે.