શું વિરાટ કોહલી IPLની જેમ ટી-20 વર્લ્ડ કપમાં પણ કરશે ઓપનિંગ? આ દિગ્ગજ ક્રિકેટરે આપ્યો જવાબ…

આઇપીએલ 2021ના બીજા તબક્કાનું આયોજન યુએઈ ખાતે કરવામાં આવ્યું છે. જે 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. ત્યાર બાદ તરત જ 17 ઓક્ટોબરના રોજ વર્લ્ડકપની શરૂઆત થશે. જેમાં કુલ 10 ટીમો ભાગ લેશે.

આ સુપર ટેનમાં આ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન એક જ ગ્રૂપમાં આવ્યું છે. તેથી દર્શકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો રોમાંચક મુકાબલો જોવા મળશે. જે 24 ઓકટોબરના રોજ રમાશે. ટી-20 વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા ક્રિકેટ નિષ્ણાંતો અનેક ભવિષ્યવાણી કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે પૂર્વ ક્રિકેટર સબા કરીમે વિરાટ કોહલીને લઈને એક ટિપ્પણી કરી છે. તેમના મતે, આઈપીએલનની જેમ ટી-20 વર્લ્ડકપમાં પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓપનિંગ કરશે.

એક પોડકાસ્ટ દરમિયાન સબા કરીમે કહ્યું હતું કે, વિરાટ કોહલી ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરતો નજરે આવી શકે છે. કેમ કે, વિરાટ કોહલી આઈપીએલમાં આરસીબી તરફથી ઓપનિંગ કરતા સમયે ટીમને જબરદસ્ત શરૂઆત આપી રહ્યો છે, અને તે સારી સ્ટ્રાઈક રેટથી બેટિંગ પણ કરી રહ્યો છે.

સબા કરીમે વધુમાં કહ્યું કે, દરેકની નજર હવે વિરાટ કોહલી પર છે. લોકો જોઈ રહ્યા છે કે તે કઈ રીતે ઓપનિંગને મોટા સ્કોરમાં કનવર્ટ કરી રહ્યો છે. વિરાટ કોહલીએ સતત બે અડધી સદી ફટકારી છે. તે જોતા લાગે છે કે વિરાટ કોહલી પોતાનું ફોર્મ પરત મેળવી રહ્યો છે.

આરસીબીએ ગત મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં મુંબઇની સ્થિતિ નબળી કરી દીધી હતી. કોહલીએ આરસીબીને સતત બે મેચોમાં ધમાકેદાર શરૂઆત આપી છે. ત્યારે, હવે જોવાનું એ રહેશે કે આ ફોર્મને વિરાટ કેટલું જાળવી રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *