શું વિરાટ કોહલી ફરી બનશે RCBનો કેપ્ટન, RCBના ચેરમેને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. જેને લઇ હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મેગા ઓક્શનનું આયોજન આવતા મહિને 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ થવાનું છે. આઇપીએલ 2022 પહેલા થનાર આ મેગા ઓક્શન ઘણું રસપ્રદ રહેશે. કારણ કે આ મેગા ઓક્શનમાં ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેવા જઇ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જ ટેસ્ટ કેપ્ટનશીપ છોડીને બધાને ચોંકાવી દીધા હતા. ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ ટી-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા તેને વન-ડે ફોર્મેટની કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તે જ સમયે તેણે આઇપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી.

હવે એવા સમાચાર મળી રહ્યા છે કે વિરાટ કોહલી ફરી એક વખત આઇપીએલ 2022માં જુના જોશમાં નજરે પડી શકે છે. તે ફરી એક વખત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરતો નજરે આવી શકે છે. ટીમે જે ખેલાડીઓને રિટેન કર્યા છે તેમાં સૌથી વધારે 15 કરોડ રૂપિયા વિરાટ કોહલીને જ આપવામાં આવ્યા છે. આ દરમિયાન RCBના ચેરમેન પ્રથમેશ મિશ્રાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

RCBના ચેરમેન પ્રથમેશ મિશ્રાએ કહ્યું કે ફ્રેન્ચાઇઝી અત્યારે વિરાટ કોહલીને કેપ્ટનશીપ માટે મનાવવાનો પ્રયત્ન કરશે. તેમણે વધુમાં કહ્યું કે વિરાટ કોહલીએ ઘણી યાદગાર સિઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. તેના નેતૃત્વમાં ટીમે ઘણી બધી મેચો જીતી છે અને તેને આજે પણ અમે કેપ્ટનના રૂપમાં જોવાનું પસંદ કરીએ છીએ. અમે તેને કેપ્ટનશીપ પાછી લેવા માટે મનાવવાનો પ્રયત્ન કરીશું.

તેમણે વધુમાં કહ્યું કે જો તે કેપ્ટનશીપની ભૂમિકા માટે સહમત થાય છે તો વિરાટ કોહલી જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન હશે અને તે જ આગામી આઇપીએલ સિઝનમાં આરસીબીનું નેતૃત્વ કરશે. વિરાટ કોહલી વર્ષ 2013માં ડેનિયલ વિટોરી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારબાદથી વર્ષ 2021 સુધી એમ કુલ 8 સિઝનમાં તેણે આઇપીએલ ટીમનું નેતૃત્વ કર્યું છે.

કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિજેતા બની શકી નથી. પરંતુ તેની કેપ્ટનશીપમાં ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2016માં કર્યું હતું. જ્યારે ટીમ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગઇ હતી. આ સિવાય તેની કેપ્ટનશીપમાં આરસીબી ત્રણ વખત (વર્ષ 2015, 2020 અને 2021)માં પ્લે ઓફમાં પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *