શું રોહિત શર્મા કાપશે વિરાટ કોહલીનું પત્તું, ખુલ્લેઆમ મીડિયા સામે આપી પ્રતિક્રિયા…

ભારતીય ટીમે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ભવ્ય જીત હાંસલ કરી છે. આ ઉપરાંત 16, 18 અને 20 ફેબ્રુઆરીના રોજ ટી-20 સિરીઝ રમવા જઇ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝને જીતવા માટે એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં ઘણા ખેલાડીઓને બહાર કરી શકે છે.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલીએ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં 26 રન બનાવ્યા હતા. જેમાં પ્રથમ મેચમાં 8 બીજી મેચમાં 18 અને ત્રીજી મેચમાં તો ઝીરો રનમાં આઉટ થઇ ગયો હતો. કોહલી તાજેતરમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે.

વિરાટ કોહલી હાલમાં એક પણ ફોર્મેટનો કેપ્ટન રહ્યો નથી. આ ઉપરાંત ત્રણેય ફોર્મેટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન તેના બેટથી એક પણ સદી નીકળી નથી. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીના ફોર્મને લઇને મોટું નિવેદન આપ્યું છે. તો ચાલો જાણીએ રોહિતે વિરાટ વિશે શું કહ્યું છે.

બુધવારથી શરૂ થયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝ પહેલા રોહિતને કોહલીની નિષ્ફળતા વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે રોહિત શર્માએ કહ્યું કે મને લાગે છે કે તેની શરૂઆત તમારા લોકોથી થશે. જો તમે લોકો થોડો સમય શાંત રહી શકો તો બધું આપોઆપ ઠીક થઇ જશે. જો તમારી બાજુથી વાતો બંધ થાય તો બાકીનું બધું ધ્યાન રાખી શકાય છે.

રોહિત શર્માએ જણાવ્યું કે વિરાટ કોહલી કોઇપણ પ્રકારના દબાણમાં નથી અને ટૂંક સમયમાં જ તે મોટી ઇનિંગ્સ રમીને પોતાનું ફોર્મ પરત લાવશે. જ્યારે કોહલીના ફોર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ વધુમાં જણાવ્યું કે તે ખૂબ જ સારી સ્થિતિમાં છે અને એક દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ રહ્યો છે. આ ઉપરાંત તેણે ક્રિકેટમાં ખૂબ જ વધારે અનુભવ લીધો છે.

રોહિત શર્માએ મીડિયાને કહ્યું કે તમે આવા સવાલો કરવાનું બંધ કરો તો બધું બરાબર થઇ જશે. આવી રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફોર્મને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ત્રણ મેચોની ટી-20 સિરીઝ પર વિજય મેળવવા એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *