આફ્રિકા પ્રવાસે અજિંક્ય રહાણે નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન…

હાલમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. સિરીઝની પહેલી ટેસ્ટ મેચ ડ્રો ગઇ હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ શરૂ થયા પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા હતા. અજિંક્ય રહાણેના ખરાબ પ્રદર્શનના કારણે તેને બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેથી હવે તેની કારકિર્દી પણ ખતરામાં મુકાઇ ગઇ છે.

અજિંક્ય રહાણે ઘણા સમયથી ટેસ્ટ મેચમાં વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવી રહ્યો છે. પરંતુ બીજી ટેસ્ટ મેચમાં તેને ટીમમાં સ્થાન ન મળતાં બીસીસીઆઇ હવે નવા વાઇસ કેપ્ટનની શોધમાં છે. કારણ કે ચેતેશ્વર પુજારા પણ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે તેથી આફ્રિકા પ્રવાસે તે પણ ટીમમાંથી બહાર થઇ શકે છે. તેથી ભારતીય ટીમને એક નવા વાઇસ કેપ્ટનની જરૂર પડશે.

પરંતુ જોવાનું એ રહેશે કે આફ્રિકા પ્રવાસે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન કોણ બનશે. વાઇસ કેપ્ટન તરીકે ઘણા ખેલાડીઓના નામ સામે આવ્યા છે. જેમાં રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને જોતા આફ્રિકા પ્રવાસ ભારતીય ટીમ માટે મહત્વનો છે.

અજિંક્ય રહાણે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેથી તેને ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ઇજાના બહાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેને જોતાં લાગી રહ્યું છે કે આફ્રિકાના પ્રવાસે સ્થાને કોઇ અન્ય ખેલાડીને ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ભારતના વાઇસ કેપ્ટન તરીકેની પસંદગી માટે બેઠકનું આયોજન થવાનું છે. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન બની શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ભારત આફ્રિકા પ્રવાસે જશે. ઓમિક્રોન વાયરસના કારણે સમયપત્રક બદલાવ આવી શકે છે.

રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં પણ વિસ્ફોટક ખેલાડી બની ગયો છે. ટી 20 ફોર્મેટમાં તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માએ ઘણી ટેસ્ટ મેચો પોતાના દમ પર જીતાડી છે. રોહિત શર્માના આ સારા પ્રદર્શનના કારણે તે વાઇસ કેપ્ટન બની શકે છે.

રોહિત શર્માને ટી 20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવતાની સાથે જ તેણે ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ 3-0 થી જીતી હતી. ટૂંકા ફોર્મેટમાં તેની કેપ્ટનશિપ જબરદસ્ત જોવા મળે છે. તેથી તેને હવે ટેસ્ટ ક્રિકેટમાં વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *