પ્રથમ વન-ડેમાં ટીમ ઇન્ડિયાએ શા માટે કાળી પટ્ટી પહેરી હતી? આ છે તેની પાછળનું સૌથી મોટું કારણ…

સાઉથ આફ્રિકા સામે મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમી રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચની શરૂઆત થઇ છે. મેચ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમના ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં તેઓને બહાર રાખવામાં આવ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય કેપ્ટન રોહિત શર્માની પણ ઘણા લાંબા સમય પછી વાપસી થઇ છે. તેના આવતાની સાથે જ તેણે ટીમમાં ઘણા ફેરફારો કર્યા છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ વન-ડે મેચની શરૂઆત પહેલાં જ બંને ટીમો દ્વારા પ્રથમ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાણવાનું એ રહેશે કે ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી શા કારણે બાંધી હતી. આ લેખમાં અમે તમને જણાવીશું કે શા માટે ભારતીય ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી હતી.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ એક મિનિટનું મૌન પાળીને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને લતા દીદીના સન્માનમાં ભારતીય ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધીને આ મેચની શરૂઆત કરી હતી. ભારત રત્ન એવોર્ડ વિજેતા સ્વરા કોકિલા લતા મંગેશકરનું રવિવારે નિધન થયું હતું. તેણે મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

લતા દીદીના નિધન પર આખો દેશ દુ:ખના મહાસાગરમાં ડૂબી ગયો છે. રાજનીતિ, ફિલ્મ અને રમત ગમત સાથે જોડાયેલા લોકો લતા મંગેશકરને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લતાજીના નિધન પછી એવું કહી શકાય કે એક નવા યુગની શરૂઆત થઇ છે. તેઓના કંઠમાં સરસ્વતી માતાનો વાસ છે. તેવું કહેવામાં આવતું હતું.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર, ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા અને ભારતીય બેટ્સમેન ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ મેચમાં ઇશાન કિશન ઓપનિંગ કરશે, જેની પુષ્ટિ કેપ્ટન રોહિત શર્માએ શનિવારના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *