કોહલીના સ્થાને કોણ બનશે ટેસ્ટ કેપ્ટન? બુમરાહે આપ્યો જબરદસ્ત જવાબ…

વર્ષ 2021 દરમિયાન ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ મચી છે. ટી 20 વર્લ્ડકપ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ બીસીસીઆઇ દ્વારા તેને વનડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો હતો. તેના સ્થાને રોહિત શર્માને આ બંને ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

તાજેતરમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટેસ્ટ સિરીઝમાં હાર મળ્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. આવી રીતે અચાનક રાજીનામું આપતા ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

ભારતીય મેનેજમેન્ટ ટીમ કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી છે. ત્યારે નવા કેપ્ટનની રેસમાં બુમરાહ અન્ય ખેલાડીઓની સરખામણીમાં વધારે દાવેદાર ગણાય છે. પરંતુ બીસીસીઆઇ દ્વારા જ્યારે બુમરાહને કેપ્ટન બનવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે બુમરાહે આવો જવાબ આપીને લોકોને ચોંકાવી દીધા છે.

પ્રેસ કોન્ફરન્સમાં જસપ્રીત બુમરાહને પૂછવામાં આવ્યું કે ઓસ્ટ્રેલિયાએ જે રીતે પેટ કમિન્સને કેપ્ટન બનાવ્યો હતો, શું તમે ભારતીય ટીમમાં તે જ રીતે ભૂમિકા ભજવવા માટે તૈયાર છો. ત્યારે બુમરાહે સ્પષ્ટ કર્યું કે જો મને પણ જવાબદારી મળે તો તે માટે હું તૈયાર છું. ટીમમાં દરેકની અલગ અલગ ભૂમિકા હોય છે. જો મને કેપ્ટનશીપ માટે કહેવામાં આવશે તો તેનાથી મોટું સન્માન મારા માટે કઇ હોઇ શકે નહીં.

જ્યારે વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં નહોતો ત્યારે કેએલ રાહુલને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી હતી અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ બુમરાહને ટીમ ઇન્ડિયાની કમાન સોંપાઇ શકે છે.

જસપ્રીત બુમરાહને સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ભારતીય ટીમમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. બોલિંગ અને ફિલ્ડ સેટિંગમાં તે ખૂબ જ માહેર છે. તેની બોડી, ફિટનેસ અને રમત વિશે બધા જાણે છે. આ સિવાય કેપ્ટનશીપની રેસમાં કેએલ રાહુલ, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિનનું નામ પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *