પુજારા અને રહાણે માંથી કોણ થશે ટીમ ઇન્ડિયામાંથી બહાર, બોલિંગ કોચએ કર્યો મોટો ખુલાસો…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો ગયા બાદ હવે બંને વચ્ચે મુંબઇના વાનખેડે મેદાનમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીને વાપસી થશે જ્યારે રહાણે અને પુજારાનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ આ બંનેના બેટેથી રન ન નીકળતા ચાહકોએ બંને ખેલાડીઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતા.

તમને જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની હાજરીમાં શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યૂ મેચમાં જ જબરદસ્ત પ્રદર્શન કરી પોતાનું સ્થાન કાયમી કર્યું છે. તેણે પહેલી ઇનિંગમાં 105 રન અને બીજી ઇનિંગમાં 65 રનની જબરદસ્ત ઇનિંગ રમી ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે પણ પોતાનું સ્થાન પાકું કર્યું છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે વિરાટ કોહલીની વાપસી થતા ટીમ ઇન્ડિયામાંથી કોનું પત્તું કપાશે.

રહાણે અને પુજારા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે તેમ છતાં પણ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રહાણેને કેપ્ટન અને પુજારાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ આ બંને ખેલાડીઓ પોતાનો વ્યક્તિગત સ્કોર કરવામાં અસફળ રહ્યા હતા. જેને કારણે હવે આ બંને ખેલાડીઓને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું કે, ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ સિનિયર ખેલાડી રહાણે અને પુજારાનું સમર્થન કરી રહી છે. તેમનું માનવું છે કે આ બંને ખેલાડીઓ જલ્દી ફોર્મમાં વાપસી કરી શકે છે. બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ વધુમાં કહ્યું કે, ‘મને લાગે છે કે રહાણે અને પુજારા પાસે ખૂબ જ અનુભવ છે તેથી તે બંને ઝડપથી વાપસી કરશે.

પારસ મ્હામ્બ્રેએ કહ્યું કે, રહાણે અને પુજારા પાસે લાંબો અનુભવ છે. ફોર્મમાં વાપસી કરવા માટે આ બંને ખેલાડીઓ માત્ર એક મોટી ઇનિંગથી દૂર છે. એટલા માટે અમે એક ટીમના રૂપમાં આ બંને સિનિયર ખેલાડીઓનું સમર્થન કરીએ છીએ. આ બંને ખેલાડીઓ જલ્દીથી ફોર્મમાં વાપસી કરશે તેવું ટીમનું માનવું છે.

રહાણે અને પુજારા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. રહાણેની વાત કરીએ તો તેણે વર્ષ 2021માં કુલ 21 ઇનિંગ રમી છે. જેમાં તેણે માત્ર 19.57ની સરેરાશથી 411 રન બનાવ્યા છે. જ્યારે પુજારાએ બે વર્ષમાં એક પણ સદી ફટકારી નથી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં આ બંને ખેલાડીઓ પર રન બનાવવાની જવાબદારી હતી પરંતુ આ બંને ખેલાડીઓ તે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા હતા.

હવે જોવાનું એ રહેશે કે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે આ બંને ખેલાડીઓ માંથી કયા ખેલાડીનું પત્તું ટીમ ઇન્ડિયામાંથી કપાશે કારણકે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયામાં વાપસી થશે તેથી આ બે માંથી કોઇ એક ખેલાડીનું પત્તું કાપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *