રાહુલ દ્રવિડ કોચ બનતા તેણે આ ગુજરાતી ખેલાડીની કરી છુટ્ટી…

ટી 20 વર્લ્ડ કપ 2021 માં ખરાબ પ્રદર્શન બાદ હવે ભારત 17 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમાશે. ટી 20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે.

રાહુલ દ્રવિડની હેડ કોચ તરીકે પસંદગી થયા બાદ આજે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે રાહુલ દ્રવિડે પ્રથમ પરીક્ષામાં પાસ થવા માટે એક ખાસ પ્લાન બનાવ્યો છે. આ અંતર્ગત ટીમ ઇન્ડિયાનો કેમ્પ આજથી શરૂ થવાનો છે. જેમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદગી પામેલા ખેલાડીઓ સામેલ થયા છે. ઇશાંત શર્મા, મયંક અગ્રવાલ, પ્રસિદ્ધ કૃષ્ણા, ચેતેશ્વર પુજારા આ કેમ્પ માટે મુંબઇ પહોંચી ગયા છે.

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, દ્રવિડે અનુભવ્યું કે, ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા એક કેમ્પની જરૂર છે. કારણકે ભારતીય ટીમે આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ બાદથી જ આ ફોર્મેટમાં ક્રિકેટ રમી નથી. આવામાં આ કેમ્પ ખેલાડીઓને લય હાંસલ કરવામાં મદદ કરશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ કાનપુરમાં રમાશે. આ પહેલા દ્રવિડ પહેલી ટી 20 મેચ માટે ટીમની સાથે જયપુરમાં હશે અને ત્યાંથી સિરીઝની આગળની મેચો માટે રાંચી અને કોલકત્તા જશે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે વિરાટ કોહલીની જેમ રવિન્દ્ર જાડેજાને પણ આરામ આપવામાં આવ્યો છે. પરંતુ જાડેજા કેમ્પ સમાપ્ત થયા પહેલા ટીમમાં સામેલ થશે.

બોર્ડ સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે, 3થી 4 દિવસોમાં ટીમ ઇન્ડિયા કેમ્પમાં સામેલ થઇ જશે. રાહુલ દ્રવિડે આ કેમ્પનું આયોજન કર્યું છે. પરંતુ તેમાં તેણે રવિન્દ્ર જાડેજા છે સામેલ કર્યો નથી. તે લાંબા સમયથી બાયો-બબલમાં હતો. તેથી તેની છુટ્ટી કરી દીધી છે. પરંતુ તે આ કેમ્પ સમાપ્ત થયા પહેલા ભારતીય ટીમ સાથે જોડાશે.

રવિન્દ્ર જાડેજા પરિવાર સાથે વધારે સમય પસાર કરવા માગે છે. આ ઉપરાંત ટીમના તમામ ખેલાડીઓએ બોર્ડ પાસે રજા વધારવાની માંગ પણ કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝ માટે ધણા બધા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *