BCCIએ ટીમ ઇન્ડિયામાંથી બહાર કરતા આ દિગ્ગજ ખેલાડીએ ગુસ્સે ભરાઇને કર્યું એવું કામ કે…

દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે ભારતીય ટીમ તરફથી રમે. પરંતુ ભારતીય ટીમમાં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ છે અને ટીમમાં સ્થાન મેળવ્યા પછી પણ તેને જાળવી રાખવું એટલું જ મુશ્કેલ છે. દર વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલ જેવા ટુર્નામેન્ટ માંથી યુવા ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશ કરતા હોય છે.

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેના આવતાની સાથે જ ટીમમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા છે. યુવા ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી રહી છે. જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવી રહ્યો છે.

ભારતીય ટીમમાં ઘણા ખેલાડીઓ ખરાબ પ્રદર્શન કરી રહ્યા હતા. બીસીસીઆઇ દ્વારા આ ખેલાડીઓને કહેવામાં આવ્યું હતું કે જો તે સારું પ્રદર્શન નહીં કરે તો તેમને ટીમમાંથી બહાર કરવામાં આવશે. ત્યારબાદ આ ઘાતક ખેલાડીએ ગુસ્સે થઇને તાજેતરમાં પોતાની જાતને એક સારા પ્લેટફોર્મ પર રજૂ કરી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

બીસીસીઆઇ દ્વારા હાલમાં જ અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર કરવાનો સંકેત આપવામાં આવ્યો હતો. શ્રીલંકા સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં અજિંક્ય રહાણેને પડતો મૂકવામાં આવે તેવી શક્યતા હતી. પરંતુ તાજેતરમાં તેને રણજી ટ્રોફીમાં તક આપવામાં આવી હતી અને તેમાં તેણે સદી ફટકારી છે. આવી સ્થિતિમાં તેની ટેસ્ટ કારકિર્દી બચી શકે છે.

મુંબઇ તરફથી રમતા અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે સદી ફટકારી છે. આ ઉપરાંત ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. આવી સ્થિતિમાં સદી ફટકારતા તેનો આત્મવિશ્વાસ વધી ગયો છે અને હવે તે ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન બચાવવામાં સફળ થઇ શકે છે. આ મેચમાં ચેતેશ્વર પુજારા પણ મોટી ઇનિંગ્સ રમી શકે છે અને આ બંને ખેલાડીઓ પોતાનું સ્થાન બનાવી શકે છે.

રહાણેના ખરાબ પ્રદર્શનના કારણે બીસીસીઆઇ દ્વારા તેને સારું પ્રદર્શન કરવા માટે તાજેતરમાં રણજી ટ્રોફીમાં રમવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ અજિંક્ય રહાણે ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને તેણે રણજી ટ્રોફીમાં સદી ફટકારી હતી. જો તે સારું પ્રદર્શન કરવામાં સફળ ન રહ્યો હતો તો તેના સ્થાને શ્રેયસ ઐયરને ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન મળી શકે તેમ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *