વરુણ ચક્રવર્તીની સાથે એવું તો શું થયું કે લોકોએ કહ્યું તારે મરી જવું જોઈએ…

આઈપીએલ 2021 નું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાવાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આઈપીએલ 2021 સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે ફરી એક વખત આઈપીએલનું આયોજન યુએઈ ખાતે કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2021 ના પ્રથમ તબક્કામાં ઘણા બધા ખેલાડીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ થયા હતા. જેમાં સૌથી પહેલા કેકેઆરના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ઘણા બધા ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આઈપીએલ સ્થગિત કરી દેવામાં આવી હતી.

બાયો બબલમાં હોવા છતાં વરુણ ચક્રવર્તી કોરોનાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેના સાથી ખેલાડી સંદીપ વોરિયર, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા, સનરાઇઝર્સ હૈદરાબાદના રિદ્ધિમાન સાહા પણ કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા. પરંતુ લોકોએ સોશિયલ મીડિયા પર વરુણ ચક્રવર્તીને આડેહાથ લીધો હતો.

તમને જણાવી દઈએ કે, આઈપીએલના પ્રથમ તબક્કામાં વરુણ ચક્રવર્તીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. કેટલાક લોકોએ તો તેને એવું પણ કહ્યું કે તારે મરી જવું જોઈએ. આ અંગેનો ખુલાસો વરુણ ચક્રવર્તીએ એક વિડીયામાં કર્યો છે.

વરુણ ચક્રવર્તી, દિનેશ કાર્તિક અને અભિષેક નાયકે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે આ અંગની વાત કરતાં જણાવ્યું કે કોરોના પોઝિટિવ થયા બાદ તેને ઘણું સાંભળવું પડ્યું હતું. લોકોએ તેને સોશિયલ મીડિયા પર ઘણી ખરાબ વાતો કહી હતી. કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું કે તારે મરી જવું જોઈએ. વરુણે હવે આ અંગે ખુલાસો કર્યો છે.

વરુણ ચક્રવર્તીએ કહ્યું કે મને યાદ છે જ્યારે ડો.શ્રીકાંતે ફોન કરીને મને કહ્યું હતું કે તમે કોરોના પોઝિટિવ છો. ત્યારે હું ખૂબ જ દુખી થયો હતો. જોકે મને ખબર નહોતી ખબર કે વાત આટલી બધી આગળ વધી જશે. મને મેલ અને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મળ્યા જેમાં લોકો કહેતા હતા કે તમારે મરી જવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *