વોશિંગ્ટન સુંદર નહીં પરંતુ બીજી ટેસ્ટ મેચમાં વિસ્ફોટક ખેલાડી લેશે રવિન્દ્ર જાડેજાનું સ્થાન…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ પાંચ મેચની ટેસ્ટ સીરીઝ વચ્ચે ઘણા બધા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે આગામી મેચોમાંથી બહાર થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ જ્યારે ઇંગ્લેન્ડ તરફથી જેક લીચ ઇજાના કારણે આગામી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યા છે.

ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ જાડેજા અને રાહુલનું બહાર થવું એ ભારત માટે મોટો પડકાર કહી શકાય કારણ કે આ બંને ખેલાડીઓએ પ્રથમ ટેસ્ટ મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો તેણે પ્રથમ ઈનિંગમાં 87 રન અને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગમાં તેણે બે વિકેટ ઝડપી હતી.

આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજાનું બહાર થવું એ ભારત માટે એક મોટો ઝટકો કહી શકાય છે. પ્રથમ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ વોશિંગ્ટન સુંદરને બતોર ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ આ વિસ્ફોટક ખેલાડી રવિન્દ્ર જાડેજાના સ્થાને બીજી ટેસ્ટ મેચમાં રમતો જોવા મળી શકે છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની સ્પીન બોલિંગ ખૂબ જ નબળી જોવા મળી હતી. જેના કારણે બીજી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળી શકે છે. કુલદીપ યાદવ બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાના સ્થાને રમતો જોવા મળશે. તે જબરદસ્ત બોલિંગની કળા ધરાવે છે. તેને ચાઇનામેન બોલર તરીકે ઓળખવામાં આવે છે. તે અત્યાર સુધી ભારત માટે ઘણી ટેસ્ટ મેચો જીતી ચૂક્યો છે.

જાડેજાની ગેરહાજરીમાં કુલદીપ યાદવ સારું પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન નક્કી કરી શકે છે. જેથી રોહિત શર્મા તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપશે તે નિશ્ચિત છે. કુલદીપ યાદવ અત્યાર સુધી ભારત માટે ઘણી ટેસ્ટ મેચો રમી ચૂક્યો છે. જેમાં તેણે શાનદાર પ્રદશન કર્યું હતું. આવી જ રીતે તે બીજી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમની આ સિરીઝમાં વાપસી કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *