W, W, W, W આ ઘાતક બોલરે 4 બોલમાં 4 વિકેટ લઇને રચ્યો ઇતિહાસ…
વિશ્વના દરેક દેશોમાં ક્રિકેટ રમત ચાહકો માટે ખૂબ જ રસપ્રદ બની રહી છે. દુનિયાભરના તમામ દેશોમાં યુવા ખેલાડીઓ ઘરેલું ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને પોતાના દેશની ટીમમાં પ્રવેશ મેળવતા હોય છે. આ ઉપરાંત ઘણા વર્ષોથી દિગ્ગજ ખેલાડીઓ અનોખા રેકોર્ડ પોતાના નામે કરીને ઇતિહાસ રચી રહ્યા છે.
વિશ્વના દિગ્ગજ બેટ્સમેનો અને બોલરો સારું પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણા રેકોર્ડ નોંધાવી ચૂક્યા છે. ક્રિકેટની દુનિયામાં બોલરો દ્વારા હેટ્રીક લેવાનો રેકોર્ડ ઘણા ખેલાડીઓ નોંધાવી ચૂક્યા છે. આ રમત રમતા મોટાભાગના ખેલાડીઓ આ કરિશ્મા કરી ચૂક્યા છે. પરંતુ સતત 4 બોલમાં 4 શિકાર કરવો આ કોઇ અજાયબીથી ઓછો લાગતો નથી.
તાજેતરમાં એક ઘાતક ખેલાડીએ સતત 4 બોલમાં 4 વિકેટ લઇને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આવી અજાયબીઓ રચીને દિગ્ગજ ખેલાડીઓ પોતાના દેશનું નામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોશન કરતા હોય છે. આવું કારનામું કરીને તાજેતરમાં આ ખેલાડી ખૂબ જ પ્રખ્યાત થયો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે આવું કારનામું કરનાર ખેલાડી જેસન હોલ્ડર છે. વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની સિરીઝની છેલ્લી મેચમાં આ કારનામું થયું હતું. વેસ્ટ ઇન્ડીઝે સિરીઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને 17 રનથી હરાવ્યું હતું. આ મેચ હોલ્ડરની શાનદાર બોલિંગના નામ પર જીતવામાં આવી હતી. આ ફાસ્ટ બોલરે 2.5 ઓવરમાં 27 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ સાથે વેસ્ટ ઈન્ડિઝે આ સિરીઝ 3-2થી જીતી લીધી હતી.
વેસ્ટ ઇન્ડીઝનો હોલ્ડર ટી-20 ક્રિકેટમાં હેટ્રીક મેળવનારો વેસ્ટ ઇન્ડીઝનો પ્રથમ બોલર બની ગયો છે. આટલું જ નહીં તે 4 બોલમાં 4 વિકેટ લેનાર વિશ્વનો ચોથો બોલર બની ગયો છે. આ પહેલા અફઘાનિસ્તાનનો રાશિદ ખાન, શ્રીલંકાનો લસિથ મલિંગા અને આયર્લેન્ડના કટીંસ કેમ્ફરે સતત 4 બોલમાં 4 વિકેટ લીધી હતી. આ સાથે જ જેસન હોલ્ડર પણ આ રેકોર્ડમાં જોડાઇ ચૂક્યો છે.
વેસ્ટ ઇન્ડિઝના જેસન હોલ્ડરે સતત 4 બોલમાં 4 વિકેટ લઇને વેસ્ટ ઇન્ડિઝની ટીમને ફક્ત જીત જ નથી અપાવી પરંતુ વેસ્ટ ઇન્ડિઝને સિરીઝ જીતવામાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. જેસન હોલ્ડર પહેલેથી જ વેસ્ટ ઇન્ડિઝ ટીમ માટે ઘણો અસરકારક સાબિત થયો છે. આ ખેલાડી ભારતીય ટીમ સામે પણ ખૂબ જ ઘાતક સાબિત થઇ શકે છે.