વિરેન્દ્ર સેહવાગે કહ્યું- ગુજરાતનો આ ખેલાડી ક્યારેક હાર્દિકને હરાવશે મેચ, જાણો શું છે સમગ્ર મામલો…

હાર્દિકની આગેવાની હેઠળ ગઇકાલે ગુજરાતે પંજાબને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ તેઓએ ત્રીજી જીત નોંધાવી છે. આ મેચ છેલ્લે સુધી રોમાંચક સ્થિતિમાં જોવા મળી હતી. ગુજરાતની ટીમે ટોટલ 4 મેચો રમી છે. જેમાં ત્રણ મેચોમાં જીત મેળવી છે. આ ઉપરાંત પોઇન્ટ ટેબલમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. મેચ પૂર્ણ થયા બાદ વિરેન્દ્ર સહેવાગ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે.

ગુજરાત અને પંજાબ વચ્ચે રમાયેલ મેચની વાત કરીએ તો પંજાબે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 153 રન બનાવ્યા છે. ત્યારબાદ ગુજરાતે 4 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. ગુજરાતના ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ ઇન્ટરવ્યૂ દરમિયાન વિરેન્દ્ર સેહવાગે ગુજરાતના ખેલાડી વિશે ઘણી ટિપ્પણી કરી છે. તેણે ઘણી સલાહ પણ આપી છે.

વિરેન્દ્ર સેહવાગે મેચ પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે ગુજરાતનો આ ખેલાડી ક્યારેક હાર્દિકને મેચ હરાવી શકે છે. તેની એક ભૂલના કારણે ગઇકાલે પંજાબ સામે હાર મળે તેમ હતી. મેચ જીતવા માટે ક્યારેય પોતાના રન વિશે વિચારવું જોઇએ નહીં. આ ઉપરાંત ઘણા નિવેદનો આપ્યા છે. તો ચાલો જાણીએ ગુજરાતનો આ સ્ટાર ખેલાડી કોણ છે અને સેહવાગે શું કહ્યું છે.

તમને જણાવી દઇએ કે સેહવાગે તાજેતરમાં ગિલની બેટિંગ લાઇન વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું છે કે ગિલે પંજાબ સામે 49 બોલમાં 67 રન બનાવ્યા હતા પરંતુ તેણે 41 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. પોતાની સદી પૂર્ણ કરવા માટે તેણે ઘણી ધીમી બેટિંગ કરી હતી. ત્યારબાદ તેણે ફક્ત 7 કે 8 બોલમાં 17 રન બનાવ્યા હતા. ગુજરાતને વહેલી જીત મળે તેમ હતી પરંતુ ગિલે ધીમી બેટિંગ કરી હતી. આ ક્યારેક ભારે પડી શકે છે.

સેહવાગે વધુમાં જણાવ્યું કે પાવર પ્લે પૂર્ણ થયા બાદ ગિલને ઝડપી રમત રમવાની જરૂર હતી. આવી રમત ક્યારેક હાર પણ અપાવી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેને ધ્યાન રાખવું પડશે. મેચ દરમિયાન ક્યારેય એવું વિચારવું જોઇએ નહીં કે અમે મેચ જીતવાના જ છીએ. ક્યારેક આવી બેટિંગના લીધે જીતેલી મેચમાં પણ હાર મળી શકે છે. જેથી આ બાબતે ધ્યાન રાખવું જોઇએ.

વિરેન્દ્ર સેહવાગ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ ઘણો નાખુશ જોવા મળ્યો હતો. તેણે પણ મેચ પહેલી પૂર્ણ કરવા અંગે કહ્યું હતું. હવે આગામી મેચ રવિવારના રોજ રાજસ્થાન સામે રમાવાની છે. હાલમાં તમામ ખેલાડીઓ હાર્દિક સાથે ચર્ચા કરતા જોવા મળ્યા છે. આ મેચ પણ ઘણી મહત્વની સાબિત થઇ શકે છે. આ સિઝન દરેક યુવા ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *