સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાંથી વિરાટ કોહલી થશે બહાર, જાણો શું છે કારણ…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચોની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ રમાવાની છે. આ સિરીઝનું આયોજન 9 જૂનથી 19 જૂન સુધી કરવામાં આવ્યું છે. આ વર્ષે ઓક્ટોબર નવેમ્બર માસમાં ટી-20 વર્લ્ડ કપ 2022નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે પહેલા આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે.

હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન ચાલી રહી છે. ઘણા યુવા ખેલાડીઓ આ સિઝનમાં પોતાનો દમ બતાવી રહ્યા છે. ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વાત કરીએ તો તે આ વર્ષે નિષ્ફળ સાબિત થયો છે. તેણે અત્યાર સુધી બેંગલોર માટે 9 મેચોમાં 41, 12, 5, 48, 1, 12, 0, 0, 9 રન બનાવ્યા છે. તે એક પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ માટે પણ તે એક મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. આ ઉપરાંત તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પણ તેને બહાર રાખવામાં આવી શકે છે. આઇપીએલ પૂર્ણ થયા બાદ 6 જૂનના રોજ આ સિરીઝ શરૂ થવાની છે. પરંતુ ટી-20 વર્લ્ડકપ પહેલાં તેને આરામ આપવો ખૂબ જ જરૂરી બન્યું છે.

સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં માત્ર વિરાટ કોહલી નહીં પરંતુ રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. ઇનસાઇડ સ્પોર્ટ્સના અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના એક પસંદગીકાર જણાવ્યું હતું કે વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ અને આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં. તે માત્ર ઇંગ્લેન્ડમાં જ ટીમ ઇન્ડિયા માટે રમતો જોવા મળશે.

સિલેક્ટરે કહ્યું કે આ સિરીઝ માટે ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી શકે છે જેથી સિનિયર ખેલાડીઓને આરામ આપી શકાય. આ ઉપરાંત વિરાટ કોહલીને આરામ આપવા માટે કહેવામાં આવશે પરંતુ જો તે રમવા ઈચ્છશે તો તે અંગે નિર્ણય લેવામાં આવશે. કોઈપણ રીતે અમે યુવા ખેલાડીઓને તક આપવા માંગીએ છીએ.

હાલમાં બીસીસીઆઇની નજર આઇપીએલ 2022 પર રહેલી છે. તેમાંથી ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પ્રવેશ મેળવી શકે છે. આઇપીએલ 2022ની વાત કરીએ તો હાલમાં ગુજરાત ટાઇટન્સ 14 પોઇન્ટે ફરી એકવાર પ્રથમ ક્રમે પહોંચી છે. આ ઉપરાંત આ ટીમ પણ ઘણી મજબૂતાઈ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *