વિરાટ કોહલીએ કહ્યું- ટ્રેવિસ હેડ નહીં પરંતુ આ ઓસ્ટ્રેલિયન ખેલાડી અમારા માટે બન્યો હારનું કારણ…
ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠી વખત વિજેતા બની છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
સમગ્ર મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 50 ઓવરમાં માત્ર 240 રન જ બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને 43 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો અને જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન બનાવ્યા હતા. તે મેચ વિનર બન્યો હતો છતાં પણ વિરાટ કોહલી ટ્રેવિસ હેડને નહીઁ પરંતુ આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને હારનું કારણ ગણાવ્યો છે.
વિરાટ કોહલીએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ટ્રેવિસ હેડે ભલે 137 રન બનાવ્યા પરંતુ તેની પહેલા આ બે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મારા પર ભારે પડ્યા હતા. તે બંનેના કારણે જ આજે અમને કારમી હાર મળી છે. તેઓની બોલિંગ સામે રમવું ખરેખર મુશ્કેલ લાગી રહ્યું હતું. બીજી તરફ અમે ભાગીદારી બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તો ચાલો આપણે જાણીએ કે આ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કોણ કોણ છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક શરૂઆતમાં જ શાનદાર બોલિંગ કરતો જોવા મળ્યો હતો. તેણે સૌપ્રથમ ગીલને આઉટ કર્યો હતો. ત્યારબાદ રાહુલને પણ આઉટ કર્યો હતો. બીજી તરફ પેટ કમિન્સે મને અને શ્રેયસ બંનેને એક જ સાથે આઉટ કર્યા હતા. જેના કારણે મોટા ઝટકા લાગ્યા હતા અને મારી ટીમ વિખરાઇ હતી.
વિરાટ કોહલીએ વધુમાં જણાવ્યું કે પેટ કમિન્સની બોલિંગ સામે રમવું ખરેખર મુશ્કેલ હતું. તેણે ક્યારે મને પાછળ બોલ્ડ કર્યો તે પણ ખ્યાલ આવ્યો ન હતો. જેના કારણે છેલ્લે સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ બેટિંગમાં પણ તેઓને ઘણો ફાયદો મળ્યો છે. જેના કારણે આજે તેઓએ વર્લ્ડ કપ જીત્યો છે.