આફ્રિકાની ધરતી પર બુમરાહે કર્યું એવું કારનામું કે જોઇને વિરાટ કોહલી પણ થઇ ગયો ઉભો… – જુઓ વીડિયો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ પ્રથમ દાવમાં 202 રન કર્યા હતા. પરંતુ હવે ભારતીય બેટ્સમેનોએ ટીમને સુરક્ષિત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. આફ્રિકન બોલરોએ એક પછી એક વિકેટ લઇને તબાહી મચાવી હતી. પરંતુ હાલમાં ભારતીય ટીમ સુરક્ષિત છે.

બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ વિરાટ કોહલી અનફીટ હોવાને કારણે મેચમાં રમ્યો નહોતો. આવી સ્થિતિમાં કેએલ રાહુલને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રાહુલે ફરી એકવાર સારી ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમના 202 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની ટીમ 229 રનમાં ઓલ આઉટ થઇ હતી. આફ્રિકન ટીમ 27 રનની લીડથી આગળ હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ જબરદસ્ત ભાગીદારી કરીને ટીમ ઇન્ડિયાની જીત તરફ શરૂઆત અપાવી હતી.

બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં ભારતે આઠ વિકેટ ગુમાવ્યા બાદ જસપ્રીત બુમરાહ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. આફ્રિકન બોલર માર્કો જેન્સ બોલિંગ કરતી વખતે બુમરાહના શરીરને નિશાનો બનાવી રહ્યો હતો. આ બંને સામ-સામે આવ્યા ત્યારે બુમરાહના ખભા પર બોલ વાગ્યો હતો. પરંતુ તે બોલનો સતત સામનો કરી રહ્યો હતો.

ત્યાર પછીની ઓવરમાં બુમરાહે કાગિસો રબાડાના બોલ પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. રબાડાએ સતત બે નો બોલથી ઓવરની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં બુમરાહનો શોટ રબાડાને ભારે પડ્યો હતો. તેનો શોર્ટ જોઇને ભારતીય ડ્રેસિંગ રૂમમાં બેઠેલા દરેક ખેલાડી ઉભા થઇને તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.

બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં બુમરાહ મોટી ઇનિંગ્સ રમી શકયો નહીં. તેણે 14 બોલમાં 7 રન બનાવીને રબાડાના બોલ પર કેચ આઉટ થયો હતો. પરંતુ ટૂંકી ઇનિંગ્સમાં જબરદસ્ત શોર્ટ લગાવીને પ્રખ્યાત થયો હતો. સોશિયલ મીડિયા પર આ શોર્ટ પર ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *