વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચમાંથી થયો બહાર, કારણ જાણીને ચોંકી જશો…

ભારતીય ટીમ હાલ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરી રહી છે. જેમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારતે સાઉથ આફ્રિકાને પ્રથમ ટેસ્ટ મેચમાં 113 રને માત આપી હતી. હવે ભારતીય ટીમની નજર બીજી ટેસ્ટ મેચ પર છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતીને એક નવો ઇતિહાસ રચવા માગે છે.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકાની ધરતી પર જતી નથી. ભારતીય ટીમ પાસે સીરીઝ જીતવાની આ એક ઉત્તમ તક છે. પરંતુ બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમે એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી બીજી ટેસ્ટ મેચ માંથી બહાર થઇ ગયો છે.

મળતી માહિતી મુજબ વિરાટ કોહલી બહાર થયા બાદ બીજી ટેસ્ટ મેચ માટે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને વિરાટ કોહલીના સ્થાને હનુમાન વિહારીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા માટે આ ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. જો ટીમ ઇન્ડિયા આ ટેસ્ટ મેચ જીતશે તો સીરીઝ પણ પોતાના નામે કરી લેશે.

આ બધાની સાથે વરસાદ પણ ટીમ ઇન્ડિયા માટે વિલન સાબિત થઇ શકે છે કારણ કે શનિવાર અને રવિવારે જોહાનિસબર્ગમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વળી મેચના પહેલા જ દિવસે વરસાદ પડવાની સંભાવના વર્તાઇ રહી છે. જો આવું થશે તો આ મેચ જીતવી ભારતીય ટીમ માટે મુશ્કેલ બની જશે.

વિરાટ કોહલી ની વાત કરવામાં આવે તો તેણે સેન્ચુરિયન ટેસ્ટમાં કંઇ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. તેણે પહેલી ઇનિંગમાં 94 બોલમાં 35 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં માત્ર 18 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. પરંતુ તેની કેપ્ટન તરીકેની ભૂમિકા મહત્વની હતી. તેથી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને તેની કમી વર્તાશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

મળતી માહિતી મુજબ વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો હોવાથી બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે. તેના સ્થાને બીજી ટેસ્ટ મેચમાં હનુમાન વિહારીને તક આપવામાં આવી છે. જ્યારે આ તક શ્રેયસ ઐયરને મળવી જોઇતી હતી. આ સિવાય વિરાટ કોહલીની ગેરહાજરીમાં અનુભવી ખેલાડી ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને પણ બીજી ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *