કેપ્ટનપદેથી હટાવી દેતા વિરાટ કોહલી ટ્રેનિંગ કેમ્પમાં ન જોડાયો, જાણો શું છે સમગ્ર મામલો…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાવાની છે. જેના માટે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે જશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં 26 ડિસેમ્બરથી શરૂ થશે. તે પહેલા ભારતીય ટીમ મુંબઇમાં ટ્રેનિંગ લઇ રહી છે. પરંતુ આ ટ્રેનિંગ કેમ્પમાં વિરાટ કોહલી ન જોડાતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ હાલ મુંબઇમાં ટ્રેનિંગ લઇ રહી છે. પરંતુ આ ટ્રેનિંગ કેમ્પમાં વિરાટ કોહલી જોડાયો નથી. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી સિવાય તમામ ખેલાડીઓ આફ્રિકા પ્રવાસ માટે તૈયારી કરી રહ્યા છે. એવામાં ત્યારે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે કે વિરાટ કોહલીને ગત સપ્તાહે વન-ડેની કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તેથી તે નારાજ થઇ ગયો છે.

વિરાટ કોહલીએ જ્યારે ટી 20 ફોર્મેટ માંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તેણે લખ્યું હતું કે તે વન-ડે અને ટેસ્ટ ફોર્મેટની કેપ્ટનશીપ પર ધ્યાન આપવા માંગે છે. તેણે વધુમાં કહ્યું કે વર્કલોડ વધારે હોવાને કારણે હું ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. વિરાટ કોહલીના કેપ્ટનશીપ છોડ્યા બાદ ભારતીય ટીમના ટી 20 ફોર્મેટના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી.

પરંતુ હવે ટી 20 બાદ વન-ડે ફોર્મેટમાં પણ રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. જો કે, મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીને સામેથી રાજીનામું આપવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોહલીએ તેનો જવાબ ન આપતા બીસીસીઆઇએ રોહિત શર્માને વન-ડેનો પણ કેપ્ટન બનાવી દીધો હતો.

બોર્ડના આ નિર્ણયથી વિરાટ કોહલીને આઘાત લાગ્યો હોય તેવી ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ વિરાટ કોહલીને ટ્રેનિંગ કેમ્પમાં જોડાવા માટે કહ્યું હતું પરંતુ વિરાટ કોહલીએ પ્રેક્ટિસ સેશન અને કેમ્પમાં જોડાવાની ના પાડી દીધી છે.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે 16 ડિસેમ્બરે ઉડાન ભરશે. તેથી અત્યારે ટીમમાં પસંદગી પામેલ દરેક ખેલાડીઓ ટ્રેનિંગ કેમ્પ માટે મુંબઇ પહોંચી ગયા છે. વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓ બાયોબબલમાં રહી પ્રેક્ટિસ કરશે. તેવો પ્રોટોકોલ પણ BCCIએ આપ્યો છે. પરંતુ હાલ વિરાટ કોહલી ટ્રેનિંગ કેમ્પમાં ન જોડતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. BCCIના એક અધિકારીએ કહ્યું કે વિરાટ કોહલી આજે એટલે કે સોમવારથી ટ્રેનિંગ કેમ્પમાં જોડાય તેવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *