વધુ રૂપિયા કમાવાની આડમાં ધંધો કરતા ઝડપાયો વિરાટ કોહલી, થશે મોટી કાર્યવાહી…

હાલ ભારતીય યુવા ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમી રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ ભારતીય સિનિયર ટીમ અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે ટેસ્ટ સીરીઝ શરૂ થવાની છે. તે પહેલા ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એક મોટા વિવાદમાં સામે આવ્યો છે. જે બાદ તેના પર કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

હાલમાં જ વિરાટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીનો પ્રચાર કરતો નજરે આવ્યો હતો. આ પ્રચારમાં તેણે ઓલમ્પિકના ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ તેની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.

જો કે, હવે એડવર્ટાઈઝીંગ સ્ટાડડર્સ કાઉંસિલ ઓફ ઈન્ડિયાએ વિરાટ પર મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, કાર્યવાહીના ભાગરૂપે વિરાટને એક નોટિસ ફટકારવામાં આવી છે.

એડવર્ટાઈઝીંગ સ્ટાડડર્સ કાઉંસિલ ઓફ ઈન્ડિયાના દિશા-નિર્દેશ અનુસાર પોસ્ટમાં કોઈ પણ પ્રકટીકરણ શામેલ નહોતો, જે હવે ફરજિયાત છે. ASCI હવે જાહેરાત આપનાર અને વિરાટ કોહલીને એક નોટિસ લખશે. જે બાદ વિરાટ કોહલીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ વિશે જવાબ આપવાનો રહેશે.

વિરાટ કોહલીએ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી વિશે પોસ્ટ કરતા લખ્યું કે, શું શાનદાર રેકોર્ડ છે. ઓલમ્પિકમાં 10 ટકા ખેલાડી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના છે. હું આશા રાખું છું કે, આવનારા સમયમાં લવલી પ્રોફેશન યુનિવર્સિટી ક્રિકેટમાં પણ ખેલાડી મોકલશે. જય હિંદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *