વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડકપમાં ક્રિસ ગેલનો આ રેકોર્ડ ધ્વસ્ત કરી બન્યો નંબર વન…

ટી 20 વર્લ્ડકપ 2021માં 24 ઓકટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે માત આપી ટી 20 વર્લ્ડકપમાં પ્રથમ વખત ભારતને હરાવ્યું હતું. આ મેચ પાકિસ્તાને એક તરફી જીતી પોતાની તૈયારીઓ દર્શાવી હતી.

આ મેચ ની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે સાત વિકેટના નુકશાન પર 20 ઓવરમાં 151 બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 57 રન બનાવ્યા હતા.

ભારતે જીત માટે પાકિસ્તાનને 152 નો ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમે વિના વિકેટે આ ટાર્ગેટને પૂર્ણ કર્યો હતો. આમ પાકિસ્તાને ભારતને પ્રથમ વખત ટી 20 વર્લ્ડકપમાં માત આપી ઇતિહાસ રચ્યો હતો.

આ મેચમાં ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 50 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતાની સાથે જ તેણે ટી 20 વર્લ્ડકપમાં ક્રીસ ગેલનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. વિરાટ કોહલીની આ અડધી સદી બાદ તે ટી 20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

આ પહેલા આ રેકોર્ડ ક્રીસ ગેલના નામે હતો. ક્રીસ ગેલ ટી 20 વર્લ્ડકપમાં નવ વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા. હવે આ રેકોર્ડ વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં અડધી સદી ફટકારવાની સાથે જ તે ટી 20 વર્લ્ડકપમાં સૌથી વધુ વખત અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપમાં કુલ 10 અડધી સદી ફટકારી છે.

ભારત પાકિસ્તાન સામે દસ વિકેટે હારી જતા હવે ભારત માટે સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ રહેશે, કારણ કે ભારતને આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ ઉચ્ચસ્તરીય ખેલાડીઓ છે. તેથી ન્યૂઝીલેન્ડ પણ ભારતને કાંટાની ટક્કર આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *