વિરાટ કોહલીએ ઉભા ઉભા ગગનચુંબી છગ્ગો લગાવતા બોલર પણ થયો હેરાન… – જુઓ વીડિયો

આઇસીસી ટી 20 વર્લ્ડકપ 2021માં 24 ઓકટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે માત આપી ટી 20 વર્લ્ડ કપમાં પહેલી વખત ભારત સામે જીત મેળવી હતી.

આ મેચ ની વાત કરીએ તો ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 57 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી સૌથી વધુ વિકેટ શાહીન શાહ આફ્રિદીએ 3 વિકેટ લીધી હતી.

ભારતે જીત માટે પાકિસ્તાનને 152 નો ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાનની ટીમે માત્ર 17.5 ઓવરમાં આ ટાર્ગેટને પૂર્ણ કરી મેચ પોતાના નામે કરી લીધી હતી. પાકિસ્તાને આ મેચને દસ વિકેટે જીતી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રિઝવાને 69 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન બાબર આજમે 68 રન બનાવ્યા હતા.

ભારતની વાત કરીએ તો શરૂઆતમાં જ ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલી અને રિષભ પંત વચ્ચે એક પાર્ટનરશીપ થઇ હતી. જેના દમ પર ભારતીય ટીમ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 57 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીએ આ મેચમાં એક જબરદસ્ત ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વિરાટ કોહલીએ પાંચમી ઓવરના પાંચમાં બોલ પર ઉભા ઉભા ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો. જે બાદ બોલર શાહીન શાહ આફ્રિદી પણ હેરાન થઇ ગયો હતો. તમને જણાવી દઈએ કે શાહીન શાહ આફ્રિદીએ આ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *