ઈશાન કિશને કહ્યું કે, વિરાટ ભાઈએ મને મારી ભૂમિકા જણાવી, વર્લ્ડકપમાં આ નંબર પર કરીશ બેટિંગ…
આઇપીએલ 2021 માં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ભલે બહાર થઇ ગઇ હોય પરંતુ તેના અમુક ખેલાડીઓનું ફોર્મમાં આવવું ટીમ ઇન્ડિયા માટે સારી નિશાની કહી શકાય કારણ કે આઈપીએલ સમાપ્ત થયા બાદ તરત જ આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 શરૂ થવા જઇ રહ્યો છે.
ટી-20 વર્લ્ડ કપ 2021 માટે બીસીસીઆઇએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. તેમાં કુલ 15 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે અને ત્રણ સભ્યોને રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમમાં મુંબઇ ઇન્ડિયન્સના ઘણા બધા ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. જેમાંનો એક પ્લેયર એટલે ઈશાન કિશન.
ઈશાન કિશન આઈપીએલ 2021 ના બીજા તબક્કામાં ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. ત્યારે આરસીબી સામેની મેચ બાદ વિરાટ કોહલીએ તેને પ્રોત્સાહિત કર્યો હતો. જે બાદ હૈદરાબાદ સામેની મેચમાં તેણે તાબડતોડ બેટિંગ કરી હતી. તેણે આ મેચમાં 32 બોલમાં 84 રન બનાવ્યા હતા.
ઈશાન કિશનનું ફોર્મમાં આવવું ટીમ ઇન્ડિયા માટે સારી નિશાની કહી શકાય કારણ કે તેને ટીમ ઇન્ડિયામાં એક બેકઅપ ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ તેના આ ખતરનાક ફોર્મને જોતા લાગી રહ્યું છે કે તે રોહિત શર્માની સાથે ઓપનિંગ કરતો નજરે આવી શકે છે.
ટી-20 વર્લ્ડકપ ટીમની પસંદગી પામેલા યુવા બેટ્સમેન ઈશાન કિશનને કહી દીધું છે કે તેને રોહિત શર્માની સાથે ઓપનિંગ સોંપવામાં આવી શકે છે. વિરાટ કોહલીના આ નિવેદન બાદ મુંબઇ ઇન્ડિયન્સના યુવા બેટ્સમેન ઈશાન કિશને કહ્યું કે, જ્યારે પણ તેને કહેવામાં આવશે ત્યારે તે ઇનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે.
ઈશાન કિશને વધુમાં કહ્યું કે, તે એક સમયે એક જ પોઇન્ટ પર ધ્યાન આપી રહ્યો હતો. તેને ઓપનિંગ કરવી ખુબ જ પસંદ છે અને તે જ કોહલી ભાઇએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેને ઓપનર તરીકે જ ટી-20 વર્લ્ડકપમાં પસંદ કરવામાં આવ્યો છે અને તેને તેના માટે તૈયાર રહેવું પડશે.