7 વર્ષ બાદ મેગા ઓક્શનમાં ઉતરશે આ દિગ્ગજ ભારતીય ખેલાડી, RCBએ તેના માટે બચાવ્યા 20 કરોડ…

આઇપીએલ 2022 પહેલા ખાતે 11, 12 અને 13 ફેબ્રુઆરીના રોજ ભવ્ય મેગા ઓક્શનનું આયોજન થવા જઈ રહ્યુ છે. આ વખતે અમદાવાદ અને લખનઉ બંને નવી ટીમો જોડાઈને ટોટલ 10 ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે. આ મેગા ઓક્શનમાં 590 જેટલા ખેલાડીઓએ પોતાનું નામ નોંધાવ્યું છે. વિદેશી તેમજ ભારતીય તમામ ખેલાડીઓ આ હરાજીને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

મેગા ઓક્શન યોજાય તે પહેલાં જ જૂની તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે. આ ઉપરાંત નવી આવેલી અમદાવાદ અને લખનઉ બંને ટીમોએ પણ પોતાના ખેલાડીઓની પસંદગી કરી લીધી છે. બાકીના તમામ ખેલાડીઓની પસંદગી મેગા ઓક્શનમાં કરવામાં આવશે. તમામ ટીમો પોતાના પસંદગીના ખેલાડીઓ ખરીદવા પ્રયત્ન કરશે.

મેગા ઓક્શનને લઇને પૂર્વ ખેલાડીઓ દ્વારા અત્યારથી જ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. તમામ ટીમોએ ખેલાડીઓને રિટેન કર્યા બાદ પણ ઘણા બધા રૂપિયા બચ્યા છે. તેમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ઘાતક ખેલાડી માટે 20 કરોડ રૂપિયા બચાવ્યા છે. આ ખેલાડી સાત વર્ષ બાદ મેગા ઓક્શનમાં ઉતરી રહ્યો છે. તો ચાલો જાણીએ આ દિગ્ગજ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ઘાતક ખેલાડી શ્રેયસ છે. આ ખેલાડી આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સાબિત થઇ શકે છે. આરસીબીની ટીમે આ ખેલાડી માટે 20 કરોડ રૂપિયા બચાવી રાખ્યા છે. આઈપીએલમાં આ ખેલાડીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. આ ખેલાડીએ પોતાની બેટિંગથી આખી દુનિયાને ઘણીવાર ચોંકાવી દીધી છે.

આઇપીએલની વાત કરીએ તો શ્રેયસ ઐયરનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં કુલ 87 મેચ રમી છે. જેમાં 2375 રન બનાવ્યા છે. ઐયરે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ પણ કરી છે. આ ઉપરાંત તેણે દિલ્હી કેપિટલ્સને ઘણી મેચોમાં સફળતા અપાવી છે. પરંતુ દિલ્હી કેપિટલ્સ દ્વારા આ ખેલાડીને આગામી સિઝનમાં જાળવી રાખવામાં આવ્યો નથી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ ખેલાડીને ખરીદી શકે છે અને તે શ્રેયસ ઐયરને કેપ્ટન પણ બનાવી શકે છે. આ વખતે યોજાનાર મેગા ઓક્શનમાં છ વિદેશી ખેલાડીઓ અને ચાર ભારતીય ખેલાડીઓને ટોપ-10 લીસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ લિસ્ટમાં શ્રેયસ ઐયરનું નામ મોખરે છે. આઇપીએલ 2022માં આ ખેલાડી ખૂબ જ મોંઘો સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *