અશ્વિનના લીધે આ દિગ્ગજ ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત આરે, ટૂંક સમયમાં લેશે નિવૃત્તિ…

ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન તેની ઘાતક બોલિંગ માટે દુનિયાભરમાં જાણીતો બન્યો છે. તેની તોફાની બોલિંગ સામે વિશ્વના કોઇ પણ ખેલાડી લાંબા સમય સુધી ટકી શકતો નથી. તે હાલ ભારત માટે ટેસ્ટમાં સૌથી સફળ બોલર સાબિત થઇ રહ્યો છે. રવિચંદ્રન અશ્વિનની બોલ ફેંકવાની કળાથી સૌ લોકો સારી રીતે વાકેફ છે. તે હંમેશા વિકેટ લેવા માટે બોલ ફેંકી રહ્યો હોય તેવું લાગે છે.

રવિચંદ્રન અશ્વિન વર્તમાન સમયમાં એક વિશ્વવિખ્યાત બોલર બની ગયો છે. તેના બોલનો જવાબ વિશ્વના કોઇ પણ બેટ્સમેન પાસે નથી. તેની સામે કોઇ પણ બેટ્સમેન લાંબા સમય સુધી ટકી શકતો નથી. અશ્વિન અત્યાર સુધીમાં 425 થી પણ વધારે વિકેટ ટેસ્ટ ક્રિકેટમાં મેળવી ચૂક્યો છે અને હજુ પણ તે ત્રણ-ચાર વર્ષ સુધી રમી શકે તેવી સ્થિતિમાં છે.

અશ્વિને 4 વર્ષ બાદ ટી 20 ક્રિકેટમાં પણ પુનરાગમન કર્યું છે. અશ્વિનને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળતાં જ એક મજબૂત ખેલાડીની કારકિર્દી ખતમ થઇ હોય તેવું લાગી રહ્યું છે. અશ્વિનના કારણે આ ખેલાડીને ધોનીએ બહારનો રસ્તો બતાવ્યો હતો. આ ખેલાડીની કારકીદી હવે અંતિમ તબક્કામાં છે. આ ઘાતક ખેલાડી ટૂંક સમયમાં પોતાની નિવૃત્તિ જાહેર કરી શકે છે.

અશ્વિન દિવસેને દિવસે અનેક રેકોર્ડ બનાવી રહ્યો છે. ભારતના આ જાદુઇ ઓફ સ્પિનરે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. રવિચંદ્રન અશ્વિન જ્યારે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બન્યો ત્યારે હરભજન સિંહ ટીમનો નિયમિત બોલર હતો. પરંતુ ધોનીએ અશ્વિનને વધુ તક આપી અને હરભજન સિંહને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો.

ધોનીએ અશ્વિનને વધારે મહત્વ આપ્યું હતું. જેથી હરભજનની અવગણના થવા લાગી. જેના કારણે હરભજનને ટીમમાંથી પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. હરભજન વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ હતો. પરંતુ તે પછી અશ્વિને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. જેના કારણે હરભજન પાછળ રહી ગયો હતો.

તમને જણાવી દઇએ કે હરભજન સિંહ છેલ્લા 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ પોતાનું સ્થાન નિશ્ચિત કરતા હરભજનને વાપસીનો કોઇ પણ ચાન્સ મળ્યો નથી અને હવે આ ઘાતક ખેલાડીની વાપસી મુશ્કેલ લાગી રહી છે. તેથી તે ટૂંક સમયમાં પોતાની નિવૃત્તિ જાહેર કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *