ચિત્તાની ઝડપે વેંકટેશ ઐયરે માર્કરામને કર્યો રનઆઉટ… – જુઓ વીડિયો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝમાં ભારતે પ્રથમ મેચમાં કારમી હાર મેળવી છે. ભારતના બેટ્સમેનો અને બોલરો પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાના કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમે 296 રન બનાવ્યા હતા. તેની સામે ભારતીય ખેલાડીઓ 50 ઓવરમાં 265 રન બનાવી શક્યા હતા. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ભારતના ઓલરાઉન્ડર ખેલાડી વેંકટેશ ઐયરે આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું.

આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં 18મી ઓવર નાખવા માટે રવિચંદ્રન અશ્વિન આવ્યો હતો. ત્યારે વેંકટેશ ઐયર મીડ ઓફ પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. તે સમયે આફ્રિકન ખેલાડી માર્કરામ બેટિંગ કરતો હતો. માર્કરામે બોલને કટ મારીને રન દોડવા ગયો હતો. પરંતુ તે જ સમયે મીડ ઓફ પર ફિલ્ડિંગ કરી રહેલ વેંકટેશ ઐયરે ચિત્તાની જેમ બોલને સીધો સ્ટમ્પ તરફ ફેંકીને માર્કરામને રનઆઉટ કર્યો હતો.

વેંકટેશ ઐયરની આવી ફિલ્ડિંગ જોઈને દરેક લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. આ ઓલરાઉન્ડર ખેલાડીને બોલિંગમાં તક મળી ન હતી. પરંતુ તેણે જબરદસ્ત ફિલ્ડિંગ કરી હતી. કેપ્ટન કેએલ રાહુલે આ દિગ્ગજ ખેલાડીને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં પસંદ કર્યો હતો પરંતુ તેને બોલિંગ કરવાનો મોકો આપવામાં આવ્યો નહીં.

વેંકટેશ ઐયરે પ્રથમ વનડે મેચમાં ડેબ્યૂ કરતાની સાથે જ ફિલ્ડિંગમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની કમી પૂરી કરી હોય તેવું લાગી રહ્યું છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ 21 જાન્યુઆરીના રોજ બપોરે બે વાગે શરૂ થશે. કેપ્ટન કેએલ રાહુલ આ મેચની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફારો કરી શકે છે.

જુઓ વીડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *