હાર્દિક પંડ્યા માટે મુસીબત બન્યા આ બે ઘાતક ખેલાડીઓ, લાંબા સમય માટે ટીમ ઇન્ડિયામાંથી થઇ શકે છે બહાર…
હાર્દિક પંડ્યાની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં થાય છે. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી પોતાની લય જોવા મળી રહ્યો નથી. તેનું બેટ છેલ્લા ઘણા સમયથી શાંત છે અને તે બોલિંગમાં પણ કંઇ ખાસ ચમત્કાર બતાવી શકતો નથી. તેથી તેને ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં તક મળી ન હતી. તેના સ્થાને ટીમમાં યુવા ખેલાડીને તક આપવામાં આવી છે.
હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેથી તેને સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં પણ સ્થાન મળશે નહીં. ઘણા બધા યુવા ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં અને આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીઓને સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય વન-ડે ટીમમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સામેલ કરવામાં આવી શકે છે.
આવી સ્થિતિમાં હાર્દિકની કારકિર્દી જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક પંડ્યા જો જલ્દી ટીમ ઇન્ડિયામાં વાપસી નહીં કરે તો યુવા ખેલાડીઓ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. હાર્દિક પંડ્યા લાંબા સમયથી કોઇ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી અને તે ઇજાના કારણે બોલિંગ કરી શકે તેવી સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં અનેક યુવા ખેલાડીઓ તેનું સ્થાન લેવા માટે તૈયાર બેઠા છે.
ટી 20 વર્લ્ડ કપ 2021માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેથી તેને ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સીરીઝમાં જગ્યા મળી ન હતી. આવી સ્થિતિમાં અનેક યુવા ખેલાડીઓ તેનું સ્થાન લેવા માટે તૈયાર બેઠા છે. આ યુવાનોએ પોતાની જોરદાર રમતથી બધાના દિલ જીતી લીધા છે.
ટીમ ઇન્ડિયામાં હાર્દિક પંડ્યાનું સ્થાન શાર્દુલ ઠાકુર લઇ શકે છે. શાર્દુલ ઠાકુર છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ સાથે જોડાયેલો છે અને સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. શાર્દુલ ઠાકુરે આઇપીએલ 2021 માં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તે ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હતો અને તેના બેટેથી પણ ઘણા બધા રન નીકળ્યા હતા.
આફ્રિકા પ્રવાસે ટીમ ઇન્ડિયામાં વેંકટેશ ઐયર પણ હાર્દિક પંડ્યાનું સ્થાન લઇ શકે છે. આઇપીએલ 2021માં તેણે ધમાલ મચાવ્યો હતો. આ ખેલાડીએ એકલા હાથે કેકેઆર ટીમને ફાઇનલમાં પહોંચી હતી. આઇપીએલ 2021ની 10 મેચોમાં તેણે 370 બનાવ્યા હતા. વેંકટેશ ઐયરે આ ઘાતક પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. લાંબા છગ્ગા મારવા માટે તે પ્રખ્યાત છે. વેંકટેશ ઐયર ડેથ ઓવરોમાં તોફાની બેટિંગ કરવા માટે જાણીતો છે.