સિરીઝ જીતવા માટે રોહિત શર્મા આ ઘાતક ખેલાડીની ટીમ ઇન્ડિયામાં કરશે સામેલ…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝની શરૂઆત થઇ છે. પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે જબરદસ્ત વિજય મેળવ્યો છે. આ ઉપરાંત 18 ફેબ્રુઆરીના રોજ બીજી ટી-20 મેચ રમાવાની છે. આ મેચમાં વિજય મેળવીને ભારતીય ટીમ સિરીઝ જીતવા ઇચ્છે છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બધી મુશ્કેલીમાંથી પસાર થયા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં જીત મેળવવા પ્રયત્ન કરી રહી છે. ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી થયા બાદ ટીમમાં ઘણા ફેરફારો થયા છે. રોહિત શર્મા કાયમી કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી.
પ્રથમ ટી-20 મેચ દરમિયાન ભારતીય ટીમને જીત મળી હતી પરંતુ આ સમગ્ર મેચનું મૂલ્યાંકન કર્યા બાદ રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 સિરીઝ જીતવા માટે આ ઘાતક ખેલાડીને ટીમમાં સામેલ કરી શકે છે. કારણકે ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશને પ્રથમ ટી-20 મેચમાં ખૂબ જ ધીમી ગતિએ રન બનાવ્યા હતા. જે આગામી સમયમાં ભારતીય ટીમ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
તમને જણાવી દઇએ કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરી શકે છે. પ્રથમ ટી-20 મેચ દરમિયાન ઇશાન કિશને ઘણા રન બનાવ્યા હતા. પરંતુ ભારતીય ટીમને ઝડપી રન બનાવી શકે તેવો ખેલાડી જોઇએ છે. ઋતુરાજ ગાયકવાડ છેલ્લા ઘણા સમયથી ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી રહ્યો છે.
ઋતુરાજ ગાયકવાડ આઇપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. આઇપીએલ 2021માં તેણે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત ટીમને કપ જીતાડવામાં પણ મોટું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીએ વિજય હઝારે ટ્રોફીમાં પણ 4 સદી ફટકારીને જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.
ભારતીય ઓપનિંગ બેટ્સમેન ઇશાન કિશને પ્રથમ ટી20 મેચમાં 42 બોલમાં 35 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરીને વધુ ગતિએ રન બનાવી શકાય છે. રોહિત શર્મા અને ગાયકવાડની જોડી ખૂબ જ હિટ સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તે ભારતીય ટીમમાં કાયમી જગ્યા પણ બનાવી શકે છે.