પાકિસ્તાન સામે કરારી હાર બાદ ભારતીય ટીમમાં આ ઘાતક ખેલાડીની થશે એન્ટ્રી…

24 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં મેચ રમાઇ હતી. જેમાં પાકિસ્તાને ભારતને દસ વિકેટે હરાવી મેચને પોતાના નામે કરી લીધી હતી. પાકિસ્તાને ભારતને ટી 20 વર્લ્ડ કપમાં પહેલી વખત હરાવ્યું છે. આ મેચમાં ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને મેચ જીતવા માટે ભારતે 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રનનો પીછો કરવા માટે ઉતરેલી પાકિસ્તાન ટીમે માત્ર 17.5 ઓવરમાં વિના વિકેટે આ ટાર્ગેટને પૂર્ણ કરી મેચ જીતી લીધી હતી.

પાકિસ્તાન સામે આ કરારી હાર બાદ ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં બેટિંગ દરમિયાન તેને ઈજા થઈ હતી. જે બાદ તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, તેને ખભામાં બોલ લાગવાને કારણે ઈજા થઈ છે. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે કારણ કે તે એક મોટો મેચવિનર ખેલાડી છે. હાર્દિક પંડ્યા પહેલેથી જ બોલિંગ નહોતો કરી રહ્યો અને હવે તેને ઈજા થતાં તેના સ્થાને અન્ય કોઇ ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

હાર્દિક પંડ્યાના સ્થાને હવે ટીમમાં શાર્દુલ ઠાકુરને સામેલ કરવામાં આવી શકે છે. ભારતીય ટીમની જાહેરાત થયા બાદ ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેથી ટીમને હાર્દિક પંડ્યાનો એક બેકઅપ ઓપ્શન મળી રહે.

પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયા બાદ તેના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવશે. શાર્દુલ ઠાકુર છેલ્લા ઘણા સમયથી ઉચ્ચસ્તરીય ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેના આવવાથી ટીમમાં એક નવી ઉર્જાનો સંચાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *