ટીમ ઇન્ડિયા માટે બોજ બન્યો આ દિગ્ગજ ખેલાડી! ગાવસ્કરે કહ્યું- ખબર નહીં હવે તેનું શું થશે…
ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમવાની છે. આ ત્રણ મેચની વન-ડે સિરીઝ 6, 9 અને 11 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારબાદ ટી-20 સિરીઝ 16, 18 અને 20 ફેબ્રુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાશે. આફ્રિકા સામે કારમી હાર મેળવ્યા બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરશે.
સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇજાને કારણે બહાર રહ્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં તેની વાપસી થઇ રહી છે અને કેપ્ટન તરીકે ફરી એકવાર મેદાનમાં જોવા મળશે. આ ઉપરાંત ભારતીય બેટ્સમેન કેએલ રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિરીઝમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરીને યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
ટીમ ઇન્ડિયાનો એક ખેલાડી પોતાની ટીમ માટે દરેક મેચમાં વિલન સાબિત થઇ રહ્યો છે. આ ખેલાડી તાજેતરમાં ટીમ ઇન્ડિયા માટે બોજ બની રહ્યો છે. તેના ખરાબ પ્રદર્શનના કારણે ટીમને ઘણું નુકસાન થઇ રહ્યું છે. મોટા ભાગના ક્રિકેટ ચાહકો ઇચ્છે છે કે આ ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવે. તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી ભુવનેશ્વરકુમાર છે. છેલ્લા ઘણા સમયથી આ ખેલાડીનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું છે. તે ખૂબ જ રન આપી રહ્યો છે અને બોલને સ્વિંગ કરાવવામાં નિષ્ફળ રહ્યો છે. આ ખેલાડી અંતિમ ઓવરમાં ઘાતક સાબિત થતો હતો. પરંતુ હાલમાં તેની જાદુઇ કળા ચાલી રહી નથી. આવી સ્થિતિમાં તેને બહાર રાખવામાં આવ્યો છે.
સુનિલ ગાવસ્કરે તેના પર પ્રહાર કરતા કહ્યું કે મને પણ ખબર નથી ભુવનેશ્વર કુમારનું ભવિષ્ય કેવું હશે. તેણે પોતાની ગતિ ગુમાવી છે અને આ ખેલાડી વિકેટ લેવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. મને લાગે છે કે હવે દીપક ચહરને તક આપવામાં આવે. તે બોલને બંને બાજુ સ્વિંગ કરે છે અને સરળતાથી બેટિંગ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં ભુવનેશ્વર કુમારની કારકિર્દી સમાપ્ત થઇ જશે.
ભુવનેશ્વર કુમારનું વન-ડે કરિયર હવે સમાપ્ત માનવામાં આવે છે. કારણ કે ટીમને દિપક ચહર જેવો ફાસ્ટ બોલર મળ્યો છે. દિપક બોલિંગની સાથે બેટિંગમાં પણ માહેર છે. સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં ચહરે 34 બોલમાં 54 રન ફટકારીને મેચ જીતવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય ટીમને ઓલરાઉન્ડર ખેલાડીની વધારે જરૂરિયાત હોવાને કારણે આ ખેલાડીને તક મળી શકે છે.