આ સિનિયર ખેલાડીનું ક્રિકેટ કરિયર સમાપ્ત થવાના આરે, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે. ભારતે આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમ જોહાનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં વિજય મેળવીને આ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે. ત્રણ ટેસ્ટ મેચો પૂર્ણ થયા પછી વનડે સિરીઝનો પ્રારંભ થશે.
આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલી ફિટનેસની સમસ્યાને કારણે બહાર રહ્યો હતો. આવી સ્થિતિમાં તેના સ્થાને કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન ભારતના તમામ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
ભારતીય ટીમમાં હાલમાં ઘણા ખેલાડીઓ પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ભારતના એક સ્ટાર ખેલાડીની કારકિર્દી ખતમ થવાને આરે છે. આ ખેલાડીની વાપસી થવી લગભગ અશક્ય લાગી રહ્યું છે. આ ખેલાડી માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ થઇ ગયા છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
ભારતીય સ્ટાર ખેલાડી ઇશાંત શર્માને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તક આપવામાં આવી નહોતી. આ ઝડપી બોલરને ટીમ ઇન્ડિયામાંથી બહાર બેસવું પડ્યું હતું. મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં તક મળતા આ ત્રિપુટીએ જબરદસ્ત પ્રદર્શન કરીને કાયમી સ્થાન બનાવ્યું છે.
ઇશાંત શર્માને બહાર કર્યા બાદ હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે તેની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં રહી નથી. સિનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા છેલ્લી બે સિરીઝથી તે પોતાના પ્રદર્શનમાં સતત નિષ્ફળ રહ્યો હતો. ઇંગ્લેન્ડ સામેના પ્રવાસમાં ત્રણ ટેસ્ટ મેચમાં માત્ર પાંચ વિકેટ મળી હતી અને છેલ્લી બે ટેસ્ટ મેચની ત્રણ ઇનીંગમાં એક પણ વિકેટ લઇ શક્યો નહોતો.
ટીમ ઇન્ડિયામાં સ્પર્ધા સતત વધતી રહી છે. શમી, બુમરાહ અને સિરાજ જેવા ફાસ્ટ બોલર ટેસ્ટ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઇશાંત શર્માનું પત્તું કપાઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ઇશાંતે 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 311 વિકેટ લીધી છે. પરંતુ હાલમાં તેના ખરાબ પ્રદર્શનના કારણે ટીમમાં વાપસી શક્ય નથી.