આ સિનિયર ખેલાડી એક ઝટકે ટીમ ઇન્ડિયામાંથી થશે બહાર…
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ ભારતે 1-0 થી જીતી હતી. ત્યાર બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા રવાના થઇ છે. ભારતીય ટીમે આજ સુધી સાઉથ આફ્રિકાની ધરતી પર એક પણ ટેસ્ટ સીરીઝ જીતી નથી. આ વખતે ટીમ ઇન્ડિયા આ સિરીઝ જીતવા પ્રયત્ન કરશે.
આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે શરૂ થશે. 3 મેચની આ ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ વનડે સિરીઝનો પ્રારંભ 19 જાન્યુઆરીથી થશે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં ઘણા ફેરફારો જોવા મળે છે. નવા યુવા ખેલાડીઓની એન્ટ્રી થતા જુના જોગીઓના પત્તા કપાયા છે. ખરાબ પ્રદર્શનના કારણે ઘણા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આજે એક એવા ખેલાડીની વાત કરીએ કે જે છેલ્લી બે સિરીઝમાં નિષ્ફળ રહ્યો છે અને ટીમ ઇન્ડિયા માટે વિલન સાબિત થયો છે.
સિનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા છેલ્લી બે સિરીઝમાં સતત નિષ્ફળ રહ્યો છે. ઓગસ્ટ 2021માં ઇંગ્લેન્ડ સામેની સિરીઝથી અત્યાર સુધીમાં 3 ટેસ્ટ મેચમાં માત્ર 5 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ ખેલાડીએ વર્ષ 2007માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરીઝમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. ઇશાંત શર્માએ 100 ટેસ્ટ મેચ રમીને 311 થી પણ વધુ વિકેટ લીધી છે.
100 ટેસ્ટ મેચ રમનાર આ ખેલાડી ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં નિષ્ફળ ગયો હતો અને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ એક પણ વિકેટ લઇ શક્યો નહોતો. સતત નિષ્ફળતાને કારણે ભારતીય ટીમ માટે વિલન બની રહ્યો છે. આઇપીએલમાં પણ દિલ્હી કેપિટલ્સ તરફથી તેને તક આપવામાં આવી ન હતી અને ટી-20 વર્લ્ડકપમાં પણ તેની પસંદગી થઇ નહોતી. આવી સ્થિતિમાં ઘણો લાંબો બ્રેક પડયો હતો.
ઇશાંત શર્માના આવા પ્રદશનના કારણે સાઉથ આફ્રિકા પ્રવાસમાં તેના સ્થાને યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઇશાંત શર્માના સ્થાને શાર્દુલ ઠાકુર પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શકે છે. જો ભારતીય ટીમ આ સિરીઝ જીતશે તો સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાનો રેકોર્ડ નોંધાવશે.