આફ્રિકા પ્રવાસ બાદ આ સિનિયર ખેલાડી લઇ શકે છે નિવૃત્તિ…

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં ભારત અને આફ્રિકા હાલ 1-1ની બરાબરીથી ચાલી રહી છે. કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ મેચની શરૂઆતમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે.

આફ્રિકા પ્રવાસ પહેલા ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાને કારણે બહાર થયા છે. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ ઇજાને કારણે બહાર થયા છે. આવી સ્થિતિમાં આફ્રિકા પ્રવાસ પર ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. ઘણા ખેલાડીઓને ખરાબ ફોર્મના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

આફ્રિકા પ્રવાસમાં ઘણા ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી નથી. આ ખેલાડીઓ બેંચ પર જ બેઠા રહ્યા છે. આવી સ્થિતિમાં આફ્રિકા પ્રવાસ બાદ આ ખેલાડી નિવૃતિની જાહેરાત કરી શકે છે. ઉંમર વધતાની સાથે દરેક ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરતા હોય છે. તેની વધતી ઉંમર તેના ફોર્મ પર અસર કરે છે તેને પ્રદર્શનમાં નિષ્ફળતા જોવા મળે છે.

વાત કરીએ ઇશાંત શર્માની તો આ ખેલાડીને સાઉથ આફ્રિકા સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો છે પરંતુ તેને એક પણ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. આ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે અને તે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. હવે પહેલાં જેવી લયમાં દેખાતો નથી. હવે તે મોટે ભાગે ટીમની બહાર જોવા મળી રહ્યો છે.

ઇશાંત શર્માએ ભારત માટે 100 કરતા પણ વધારે ટેસ્ટ મેચો રમી છે અને તેમાં 311 વિકેટ ઝડપી છે. ઇશાંત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં વધારે અનુભવ ધરાવે છે. તેમ છતાં તેને એક પણ મેચમાં તક આપવામાં આવી નથી. સાઉથ આફ્રિકા પ્રવાસ આ ખેલાડી માટે અંતિમ પ્રવાસ હોઇ શકે છે. તેની ઉંમર જોતા લાગે છે કે તે આ પ્રવાસ બાદ નિવૃતિની જાહેરાત કરી શકે છે.

ભારતીય ટીમ આફ્રિકા પ્રવાસ બાદ ભારતના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને ગુમાવી શકે છે. ઇશાંત શર્માએ પોતાના દમથી ભારતીય ટીમને ઘણી મેચો જિતાડી છે. દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાં ઇશાંત શર્માનું નામ સૌથી મોખરે આવે છે. સતત નિષ્ફળતા મળતી હોવાને કારણે આ ખેલાડી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *