આ ખેલાડીનું IPL કરિયર સમાપ્ત થવાના આરે, હવે નહીં મળે ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન…

માત્ર 31 વર્ષની ઉંમરે આ ખેલાડીનું આઈપીએલ કરિયર સમાપ્ત થવાના આરે છે. ભારતનો આ ખેલાડી લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. જેના કારણે હવે આ ખેલાડીને આઈપીએલની કોઈ પણ ટીમમાં જગ્યા મળવી મુશ્કેલ લાગી રહી છે.

આઈપીએલ 2021ના બીજા તબક્કામાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદનો મનીષ પાંડે ફ્લોપ સાબિત થયો છે. પહેલા તબક્કામાં પણ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તેણે માત્ર 100ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. હાલમાં જ પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં તેનું બેટ શાંત રહ્યું હતું.

25 સપ્ટેમ્બરે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મનીષ પાંડે ચોથા નંબરે બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. પરંતુ તે 23 બોલમાં માત્ર 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રવિ બિશ્નોઈ એ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.

દિલ્હી કેપિટલ્સ સામે 22 સપ્ટેમ્બરે રમાયેલી આઈપીએલ મેચમાં મનીષ પાંડે માત્ર 17 રન બનાવી આઉટ થઈ ગયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તેને વારંવાર તક આપે છે પરંતુ તે પોતાનું પ્રદર્શન સુધારી શકતો નથી.

મનીષ પાંડે એ આઈપીએલ 2021 ની 7 મેચમાં 37.16 ની સરેરાશ અને 114.35 ની સ્ટ્રાઈક રેટ થી 223 રન બનાવ્યા છે. મનીષ પાંડે એક મિડલ ઓર્ડર બેટ્સમેન છે. તે SRH તરફથી પણ મિડલ ઓર્ડરની ભૂમિકા ભજવતો નજરે આવે છે. તેના ખરાબ પ્રદર્શનને કારણે સમગ્ર મિડલ ઓર્ડર બગડી જાય છે. જેના કારણે ટીમને ભારે નુકસાન વેઠવું પડે છે.

મનીષ પાંડેનું પત્તુ ભારતીય ટીમ માંથી કપાઈ ચૂક્યું છે, અને હવે આઈપીએલ કારકિર્દી પણ સમાપ્ત થવાના આરે છે. ઉલ્લેખનીય છે કે, મનીષને આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *