દિલ્હીની હાર સાથે આ ખેલાડીનું IPL કરિયર થયું સમાપ્ત, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં પણ સ્થાન…

આઇપીએલ 2021 માં ગઈકાલે એટલે કે બુધવારના રોજ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સેમિફાઇનલ-2 રમાઈ હતી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટે માત આપી ત્રીજી વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.

તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સ અત્યાર સુધીમાં બે વખત આઇપીએલ ટ્રોફી જીતી છે, અને હવે તેની પાસે ત્રીજી આઇપીએલ ટ્રોફી જીતવાનો ચાન્સ રહેશે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2021 માંથી બહાર થઈ જશે. પરંતુ તેણે જબરદસ્ત વાપસી કરી ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.

આ હાર સાથે આઈપીએલ 2021 માં દિલ્હી કેપિટલ્સનો પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે. આ સાથે રિષભ પંતની ટીમ ફરી એક વખત ટ્રોફી જીતવાથી વંચિત રહી ગઈ છે. આ હારની જવાબદારી ટીમના વરિષ્ઠ ઓપનર પર આવી શકે છે.

દિલ્હી કેપિટલ્સ સેમિફાઇનલ-2માં હારી જતા યુવા ખેલાડીઓ મેદાન પર જ રડી પડ્યા હતા. આ હારની જવાબદારી ટીમના વરિષ્ઠ ઓપનર શિખર ધવન પર આવી શકે છે. એવી અપેક્ષા લગાવવામાં આવી રહી છે કે આગામી વર્ષે આઇપીએલ 2022 મેગા હરાજી પહેલા શિખર ધવનને દિલ્હી કેપિટલ્સમાં જાળવી રાખવામાં આવશે નહીં.

ક્રિકેટ નિષ્ણાંતો દ્વારા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે દિલ્હી કેપિટલ્સ તેને ફરી વખત ખરીદશે નહીં. શિખર ધવને આઇપીએલમાં 16 મેચ રમી છે. જેમાં તેણે 39.13 ની સરેરાશ અને 124.62 ની સ્ટ્રાઈક રેટથી 587 રન બનાવ્યા છે.

આ આંકડાઓ જોવામાં ઘણા સારા લાગે છે, પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે શિખર ધવનને આમાંથી સૌથી વધુ રન પ્રથમ તબક્કામાં બનાવ્યા હતા. આઇપીએલ 2021 ના બીજા તબક્કામાં શિખર ધવન કંઈ ખાસ ફોર્મમાં જોવા મળ્યો નથી. મોટાભાગના પ્રસંગોએ તેનું બેટ શાંત જોવા મળ્યું હતું.

આઇપીએલ 2022 મેગા હરાજીમાં શિખર ધવનને બીજી ટીમ ખરીદશે કે કેમ તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તાજેતરમાં યોજાનારા ટી 20 વર્લ્ડકપમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું નથી અને તે છેલ્લા ઘણા સમયથી ટી 20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો આવું ને આવું રહેશે તો શિખર ધવનનું આઇપીએલ કરિયર સમાપ્ત થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *