ટીમમાં સ્થાન ન મળતા ફાટી નીકળ્યો આ ખેલાડીનો ગુસ્સો, 1 મેચમાં 6 વિકેટ લઈને સિરાજનું પત્તું કાપવાનું કર્યો દાવો…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રાજકોટ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમતી જોવા મળી છે. આ ત્રીજી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ આજે શરૂ થયો છે. બંને ટીમોના તમામ ખેલાડીઓ દ્વારા અત્યારથી જ દબાણ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ મેચ પાંચમા દિવસ સુધી રમાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી તરફ એક અન્ય સમાચાર પણ સામે આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ સારા ફોર્મમાં હોવા છતાં ઘણા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. બહાર થયેલ ખેલાડીઓ હાલમાં ઘણા ગુસ્સામાં જોવા મળ્યા છે અને વાપસી કરવાના દાવા કરી રહ્યા છે. તાજેતરમાં પણ આવો જ એક અન્ય મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે.

તાજેતરમાં ભારતીય ટીમના આ સ્ટાર બોલરે સ્થાન ન મળતા ગુસ્સામાં એક મેચમાં 6 વિકેટ લીધી છે અને સિરાજનું પત્તું કાપવાનું દાવો કર્યો છે. સિરાજ હાલમાં ઘણી નિષ્ફળતા બતાવતો જોવા મળ્યો છે. બીજી તરફ આ ખેલાડી બેટીંગ લાઈનમાં પણ પાવર ફૂલ છે. આવી સ્થિતિમાં હવે તેને મેદાને ઉતારવામાં આવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ફાસ્ટ બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર શાર્દૂલ ઠાકુરે હાલમાં રણજી ટ્રોફીમાં ધમાલ મચાવી છે. ભારતીય ટીમમાં સ્થાન ન મળતા તેણે મુંબઈ તરફથી રમીને રણજી ટ્રોફીમાં એક જ મેચમાં 6 વિકેટ લીધી છે. જેમાં તેણે 61 બોલમાં માત્ર 21 રન જ આપ્યા હતા. તેની શાનદાર 6 વિકેટના કારણે મુંબઈની ટીમને જબરદસ્ત જીત પણ મળી હતી. તે બેટિંગમાં પણ સારા રન બનાવી રહ્યો છે.

શાર્દુલ પહેલેથી ભારતીય ટેસ્ટ ટીમમાં મહત્વનું સ્થાન ધરાવતું હતું પરંતુ ઈજા બાદ તેને વાપસી કરવી ઘણી મુશ્કેલ દેખાય છે. હવે ફરી એક વખત તેને સામેલ કરવામાં આવી શકે છે. હાલમાં જ તેણે સિરાજના સ્થાને બોલિંગ કરવાનો દાવો પણ ઠોક્યો છે. આ પણ એક અગત્યની બાબત ગણી શકાય છે. આગામી સમયમાં આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *