વરુણ ચક્રવર્તીની જગ્યાએ આ ખેલાડીને મળશે ટીમ ઇન્ડિયામાં સ્થાન, કોહલીએ આપ્યા સંકેત…

ટી 20 વર્લ્ડ કપ શરૂ થવાને હવે થોડા દિવસોની જ વાર છે. તે પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીમના સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીને આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભારતનો મુખ્ય બોલર માનવામાં આવે છે પરંતુ આઈપીએલ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

યુવા સ્પિનર વરુણ ચક્રવર્તી ઇજાગ્રસ્ત થતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. પરંતુ વિરાટ કોહલી અને બીસીસીઆઈ ઘણા બધા ખેલાડીઓને તેમના અવેજી તરીકે વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, વરુણ ચક્રવર્તીની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળી શકે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જે મેચ રમાઈ હતી તેમાં ભલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારી ગયું હોય પરંતુ ટીમનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ફોર્મમાં પાછો ફર્યો છે. આ મેચમાં યુઝવેન્દ્ર ચહલે ચાર વિકેટ પોતાના નામે કરી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ભલે હારી ગયું હોય પરંતુ ભારતીય ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલી ખૂબ જ ખુશ છે. કારણ કે આ મેચમાં હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિકની ઘાતક બોલિંગ જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, ચહલ છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. અને ટી 20 વર્લ્ડ કપ માટે પણ તેની પસંદગી કરવામાં આવી નથી. પરંતુ હવે વરુણ ચક્રવર્તીના ઇજાગ્રસ્ત થતા યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળી શકે છે.

કોહલીએ કહ્યું કે, ચહલ હવે ધીમે ધીમે ફોર્મમાં આવી રહ્યો છે. તેણે તેની બોલિંગ પર ખૂબ જ કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. તેનું ફોર્મમાં આવવું ટીમ માટે સારી નિશાની છે. આ ઉપરાંત કોહલીએ મલિક વિશે કહ્યું કે, તેને 150 ની ઝડપે બોલિંગ કરતા જોઈને સારું લાગ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *