ટીમ ઇન્ડિયા અને IPL માંથી બહાર થયેલો આ ખેલાડી અચાનક બન્યો કેપ્ટન!
હાલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ ત્રણ મેચની વન-ડે સિરીઝ રમાવાની છે. વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
દરેક ખેલાડી ભારતીય ટીમમાં રમવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. ભારતીય ટીમમાં સ્થાન મળ્યા પછી ટકી રહેવું પણ મુશ્કેલ છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા કેપ્ટન બન્યા પછી ઘણા ફેરફારો થયા છે. ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
આજે આપણે એક એવા ખેલાડી વાત કરીએ કે જેને પોતાના ખરાબ ફોર્મના કારણે ટીમ ઇન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આઇપીએલમાં પણ તેને જાળવી રાખવામાં આવ્યો નથી. આ ખેલાડીની હાલમાં કેપ્ટન તરીકેની નિમણૂક કરવામાં આવી છે. તો ચાલો આ દિગ્ગજ ખેલાડી વિશે જાણીએ.
તમને જણાવી દઇએ કે આ ખેલાડી કુલદીપ યાદવ છે. કુલદીપ યાદવનું કરિયર પહેલેથી જ ઉતાર-ચઢાવ રહ્યો છે. ખરાબ ફોર્મના કારણે તેને બહાર જવું પડ્યું હતું. આ ઉપરાંત આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે તેની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો ન હતો. હવે આ ચાઇનામેન બોલરને કેપ્ટનશીપ મળી ગઇ છે.
હકીકતમાં કુલદીપ યાદવની ઉત્તર પ્રદેશની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. કુલદિપ યાદવે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે જુલાઇમાં રમી હતી. કુલદીપ યાદવ આઇપીએલ 2021માં ઇજાને કારણે બહાર થયો હતો. કુલદીપ યાદવે પગની ઘૂંટીની સર્જરી કરાવી હોવાથી તે ફીટ દેખાઇ રહ્યો નથી. યાદવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 33 મેચમાં 123 વિકેટ લીધી છે.
કુલદીપ યાદવ ખરાબ પ્રદર્શનના કારણે ટીમમાંથી બહાર ગયો હતો. યાદવને કેપ્ટન બનીને સારું પ્રદર્શન કરવાનો મોકો મળ્યો છે. રણજી ટ્રોફીમાં સારૂ પ્રદર્શન કરીને તે ભારતીય ટીમમાં પુનરાગમન કરી શકે છે. કુલદીપ યાદવની ગણતરી વિશ્વના ટોપ સ્પિનરમાં કરવામાં આવતી હતી. હાલમાં આ ખેલાડીને સારી તક આપવામાં આવી છે.